Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત સામે બૅક-ટુ-બૅક વન-ડે મૅચ જીતીને સિરીઝ ડ્રૉ કરવાની ફિરાકમાં છે ન્યુ ઝીલૅન્ડ

ભારત સામે બૅક-ટુ-બૅક વન-ડે મૅચ જીતીને સિરીઝ ડ્રૉ કરવાની ફિરાકમાં છે ન્યુ ઝીલૅન્ડ

Published : 13 November, 2026 08:27 AM | Modified : 13 November, 2026 09:23 AM | IST | New Zealand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોથી અને પાંચમી વન-ડે મૅચ માઉન્ટ મૌંગાનુઈમાં રમાશે, મુંબઈનો શ્રેયસ ઐયર વન-ડેમાં કૅપ્ટન્સી ડેબ્યુ કરશે.

ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર, ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર સાથે શ્રેયસ ઐયર

ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર, ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર સાથે શ્રેયસ ઐયર


માઉન્ટ મૌંગાનુઈમાં ન્યુ ઝીલૅન્ડ અને ભારત પોતાની પાંચ વન-ડે મૅચની સિરીઝની અંતિમ બે મૅચ રમશે. પહેલી બન્ને મૅચ જીતીને ભારતીય ટીમે સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી હતી. ત્રીજી વન-ડે મૅચ વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી. વધુ એક મૅચ જીતીને ભારતીય ટીમ સિરીઝ જીતી જશે. જોકે યજમાન ટીમ બૅક-ટુ-બૅક મૅચ જીતીને સિરીઝને ડ્રૉ કરવાનો ટાર્ગેટ રાખશે.

માઉન્ટ મૌંગાનુઈમાં ઑક્ટોબર ૨૦૨૫ પછી પહેલી વખત વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ રમાશે. અહીં ન્યુ ઝીલૅન્ડ ૧૨ વન-ડે મૅચમાંથી ૭ મૅચ જીત્યું છે અને પાંચ મૅચ હાર્યું છે. યજમાન ટીમ અહીં છેલ્લી ૪ વન-ડે મૅચથી અજેય છે.



ભારતીય ટીમ આ મેદાન પર ૨૦૧૯થી ૨૦૨૦ની વચ્ચે ત્રણ વન-ડે રમી હતી. શરૂઆતની બન્ને વન-ડે મૅચમાં ભારત જીત્યું હતું અને અંતિમ વન-ડે મૅચમાં ન્યુ ઝીલૅન્ડે બાજી મારી હતી.


ટેસ્ટ-સિરીઝની તૈયારીમાં વ્યસ્ત શુભમન ગિલની ગેરહાજરીમાં વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર કૅપ્ટન્સીની જવાબદારી સંભાળશે. શ્રેયસ ઐયરના વન-ડે કૅપ્ટન્સી ડેબ્યુની સાથે ભારતને ૨૯મો વન-ડે કૅપ્ટન મળશે. અગાઉ મુંબઈના ૭ પ્લેયર્સ ભારત માટે વન-ડે કૅપ્ટન્સી કરી ચૂક્યા છે.

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પાંચ બૉલમાં પાંચ વિકેટ લેનાર બ્રેટ રૅન્ડેલને કિવી ટીમમાં પહેલી વખત સ્થાન મળ્યું


ભારત સામેની અંતિમ બે વન-ડે મૅચ માટે ન્યુ ઝીલૅન્ડે પોતાની સ્ક્વૉડમાં બે પ્લેયર્સને ઉમેર્યા છે. છેલ્લે એપ્રિલમાં રમનાર કિવી ઑલરાઉન્ડર જૉશ ક્લાર્કસને પાંચમી વન-ડેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચોથી અને પાંચમી વન-ડે મૅચની સ્ક્વૉડમાં અનકૅપ્ડ ફાસ્ટ બોલર બ્રેટ રૅન્ડેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

૩૧ વર્ષનો બ્રેટ રૅન્ડેલ લિસ્ટ A ક્રિકેટની પંચાવન મૅચોમાં ૧૦૦ વિકેટ લઈ ચૂક્યો છે. આ વર્ષની શરૂઆતમાં તેણે પાંચ બૉલમાં પાંચ વિકેટ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બ્રેટ રૅન્ડેલ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 09:23 AM IST | New Zealand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK