° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


IND vs PAK : ભારત ૧૦ વિકેટે હાર્યું

24 October, 2021 11:41 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

અગાઉ ભારત માટે વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન બનાવ્યા હતા અને રિષભ પંતે 30 બોલ 39 રન સાથે તેમની પચાસ રનની ભાગીદારીએ શાહીન આફ્રિદી (31/3)એ ભારતીય ટોપ-ઓર્ડરને હચમચાવી દીધા બાદ ભારતને 151/7 સુધી પહોંચાડ્યું હતું.

તસવીર: એએફપી

તસવીર: એએફપી

પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાન (79*) અને કેપ્ટન બાબર આઝમ (68*) વચ્ચે રેકોર્ડબ્રેકિંગ  150થી વધુ ઓપનિંગ ભાગીદારીની મદદથી પાકિસ્તાને રવિવારે દુબઈ ખાતે આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ (ICC Men’s T20 World Cup)ની શરૂઆતની મેચમાં ભારત પર 10 વિકેટે જીત મેળવી હતી. પાકિસ્તાને આજે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં તેમના વિરોધીઓને આઉટક્લાસ કરીને મેન ઇન બ્લુ સામે 50-ઓવર અને 20-ઓવરના વર્લ્ડ કપમાં તેમની 12-0થી હારનો સિલસિલો તોડ્યો હતો. પ્રથમ વખત, ભારત T20Iમાં 10 વિકેટથી હાર્યું હતું. આઝમ અને રિઝવાન વચ્ચેની નાબાદ 152 રનની ભાગીદારી T20Iમાં કોઈપણ વિકેટ માટે ભારત સામે પાકિસ્તાનની આ સર્વોચ્ચ ભાગીદારી છે.

અગાઉ ભારત માટે વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન બનાવ્યા હતા અને રિષભ પંતે 30 બોલ 39 રન સાથે તેમની પચાસ રનની ભાગીદારીએ શાહીન આફ્રિદી (31/3)એ ભારતીય ટોપ-ઓર્ડરને હચમચાવી દીધા બાદ ભારતને 151/7 સુધી પહોંચાડ્યું હતું. ભારતે પાવરપ્લેમાં બંને ઓપનર રોહિત શર્મા, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવી દીધી હતી.

શાહીન આફ્રિદીએ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી હોટ ડેબ્યૂ કર્યું હતું અને પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું તે પછી ભારતીય બેટિંગ લાઇનઅપને સંપૂર્ણ રીતે ધક્કો આપ્યો હતો. શાહીને ફોર્મમાં રહેલા રોહિત શર્માને પહેલા જ બોલે એલબીડબ્લ્યુ કર્યો હતો.

થોડા સમય પછી, શાહીનની બીજી ઓવરમાં, કેએલ રાહુલ પણ આઉટ થયો હતો. બંને ભારતીય ઓપનર પ્રથમ ત્રણ ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા.

ભારતના પ્લેઈંગ ઈલેવનમાં કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ હતા.

24 October, 2021 11:41 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

કોને રીટેન કરવા, કોને નહીં? : આજે નિર્ણય

હાલની ૮માંની દરેક ટીમને વધુમાં વધુ ચાર ખેલાડી રીટેન કરવાની છૂટ છે

30 November, 2021 11:33 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

દ્રવિડનું મેદાનના માળીઓને ૩૫,૦૦૦ રૂપિયાનું ઇનામ; આજે પાકિસ્તાનને ફક્ત ૯૩ રનની જરૂર અને વધુ સમાચાર

30 November, 2021 11:25 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

છેલ્લા બાવન બૉલે ભારતની બાજી બગાડી

ભારતીય મૂળના બે કિવીઓ રાચિન રવીન્દ્ર અને એજાઝ પટેલે જ ન જીતવા દીધા ઃ તેમની ૧૦મી વિકેટની ૧૦ રનની અતૂટ ભાગીદારી છેવટે રહાણે ઍન્ડ કંપનીને નડી ગઈ ઃ એ પહેલાં નાઇટ-વૉચમૅન વિલિયમ સમરવિલ વિઘ્ન બન્યો

30 November, 2021 10:13 IST | Kanpur | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK