Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાનની આબરૂ કાઢી નાખી ભારતે

પાકિસ્તાનની આબરૂ કાઢી નાખી ભારતે

Published : 15 September, 2025 07:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મૅચ રમાવી નહોતી જોઈતી એવી લોકલાગણી વચ્ચે...

ભારતીય બોલરોના તરખાટ બાદ કૅપ્ટન સૂર્યા રમ્યો મૅચ-વિનિંગ ઇનિંગ્સ

ભારતીય બોલરોના તરખાટ બાદ કૅપ્ટન સૂર્યા રમ્યો મૅચ-વિનિંગ ઇનિંગ્સ


દુશ્મન દેશે ૯ વિકેટે ૧૨૭ રન કર્યા, ભારતે ૧૫.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૩૧ રન કરીને ૭ વિકેટે વિજય મેળવ્યો : ભારતીય બોલરોના તરખાટ બાદ કૅપ્ટન સૂર્યા રમ્યો મૅચ-વિનિંગ ઇનિંગ્સ


T20 એશિયા કપ 2025ની ગ્રુપ-સ્ટેજની બીજી મૅચમાં પાકિસ્તાનને ભારત સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો. માત્ર બે બૅટર્સના ૩૦+ રનના સ્કોરના આધારે પાકિસ્તાન નવ વિકેટે ૧૨૭ રન કરી શક્યું હતું. ભારતે ૧૨૮ રનનો ટાર્ગેટ બર્થ-ડેબૉય સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની ૫૬ રનની ભાગીદારીને આધારે ૧૫.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૩૧ રન ફટકારીને ચેઝ કરી લીધો હતો.



પહલગામ આતંકી હુમલા બાદ યુદ્ધના મેદાન પર પાકિસ્તાનને મોટું નુકસાન થયું હતું, ગઈ કાલે ક્રિકેટના મેદાન પર પણ ભારત સામે પાકિસ્તાને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.
ટૉસ જીતીને પહેલી બૅટિંગ કરવા ઊતરેલા પાકિસ્તાને હાર્દિક પંડ્યા (૩૪ રનમાં એક વિકેટ) અને જસપ્રીત બુમરાહ (૨૮ રનમાં બે વિકેટ)ના તરખાટને કારણે પહેલી બન્ને ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ભારતની સ્પિન ત્રિપુટી કુલદીપ યાદવ (૧૮ રનમાં ત્રણ વિકેટ), અક્ષર પટેલ (૧૮ રનમાં બે વિકેટ) અને વરુણ ચક્રવર્તી (૨૪ રનમાં એક વિકેટ)ના ચક્રવ્યૂહમાં ફસાઈને પાકિસ્તાને છેલ્લી સાત વિકેટ ૬૬ રનના સ્કોરની અંદર ગુમાવી દીધી હતી. પાકિસ્તાન માટે ઓપનર સાહિબઝાદા ફરહાન (૪૪ રનમાં ૪૦ રન) અને પૂંછડિયા બૅટર શાહીન શાહ આફ્રિદી (૧૬ બૉલમાં ૩૩ રન અણનમ)એ મોટી ઇનિંગ્સ રમી હતી. અનુક્રમે તેમની ત્રણ અને ચાર સિક્સરના આધારે પાકિસ્તાન ૬૪-૬ના સ્કોરથી માંડમાંડ ૧૨૭/૯ના સાધારણ સ્કોર સુધી પહોંચી શક્યું હતું. 


પાકિસ્તાન તરફથી T20 ઓપનર તરીકે રેકૉર્ડ ચોથી વખત ગોલ્ડન ડક થયેલા સ્પિનર સેમ અયુબ (૩૫ રનમાં ત્રણ વિકેટ)એ પહેલી ચાર ઓવરની અંદર ભારતીય ઓપનર્સ અભિષેક શર્મા (૧૩ બૉલમાં ૩૧ રન) અને શુભમન ગિલ (સાત બૉલમાં ૧૦ રન)ને પૅવિલિયન મોકલ્યા હતા. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (૩૭ બૉલમાં ૪૭ રન અણનમ) અને તિલક વર્મા (૩૧ બૉલમાં ૩૧ રન)એ ત્રીજી વિકેટ માટે બાવન બૉલમાં ૫૬ રનની પાર્ટનરશિપ કરીને રન-ચેઝને સરળ બનાવ્યો હતો. પાંચમા ક્રમે આવીને શિવમ દુબે (સાત બૉલમાં ૧૦ રન અણનમ)એ કૅપ્ટનને સાથ આપ્યો હતો. 

આ રસપ્રદ વાતો પણ જાણવા જેવી 
ટૉસ દરમ્યાન બન્ને ટીમના કૅપ્ટન્સે અને મૅચ બાદ બન્ને ટીમના પ્લેયર્સે અમ્પાયર્સ સાથે હાથ મિલાવ્યા નહોતા. 
પાકિસ્તાનના નૅશનલ ઍન્થમને બદલે શરૂઆતમાં ‘જલેબી બેબી’ સૉન્ગ શરૂ થઈ ગયું હતું. 
મૅચ પહેલાં દુબઈ પોલીસે સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુ લાવવા પર ૧૨ લાખ રૂપિયા અને લડાઈ-ઝઘડા, અપશબ્દો બોલવા બદલ બેથી સાત લાખ રૂપિયાના દંડની જાહેરાત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK