Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયા સામેની વિમેન્સ A ટેસ્ટ-મૅચ : ભારતે પહેલા દિવસે ૩૫૧/૯નો સ્કોર ખડકી દીધો

ઑસ્ટ્રેલિયા સામેની વિમેન્સ A ટેસ્ટ-મૅચ : ભારતે પહેલા દિવસે ૩૫૧/૯નો સ્કોર ખડકી દીધો

Published : 30 September, 2026 11:59 AM | IST | Mohali
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેન્સ A ટેસ્ટ-મૅચ : ભારત સામે ઑસ્ટ્રેલિયાએ ૧૮૮ રને ૬ વિકેટ ગુમાવ્યા પછી ૨૮૨-૭નો સ્કોર કર્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મોહાલીમાં ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયાની વિમેન્સ A ટીમો વચ્ચે એક માત્ર ટેસ્ટ-મૅચ શરૂ થઈ હતી. કૅપ્ટન યાસ્તિકા ભાટિયાની આગેવાનીમાં પહેલાં બૅટિંગ કરનાર ભારતીય ટીમે પહેલા દિવસે ૧૦૦ ઓવરમાં ૩૫૧/૯નો સ્કોર કર્યો હતો.

ઓપનર્સ શુભા સતીષે ૧૧૭ બૉલમાં ૫૯ રન અને પ્રિયા પૂનિયાએ ૬૫ બૉલમાં ૪૬ રન કર્યા હતા. અનુષ્કા શર્માએ ૮૬ બૉલમાં ૪૪ રન, નિકી પ્રસાદે ૯૯ બૉલમાં અણનમ ૭૮ રન અને તનિષા સિંહે ૧૬૬ બૉલમાં ૯૨ રન કર્યા હતા. મહેમાન ટીમ માટે સ્પિનર્સ લિલી મિલ્સ અને ચાર્લી કર્નોટે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. 



મેન્સ A ટેસ્ટ-મૅચ : ભારત સામે ઑસ્ટ્રેલિયાએ ૧૮૮ રને ૬ વિકેટ ગુમાવ્યા પછી ૨૮૨-૭નો સ્કોર કર્યો


ઑસ્ટ્રેલિયા A મેન્સ ટીમ સામે પહેલી ટેસ્ટ-મૅચ ૧૬૨ રને જીતનાર ઇન્ડિયા A ટીમ હાલમાં બે મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ છે. ગઈ કાલે પૉન્ડિચૅરીમાં બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે મહેમાન ટીમે ૮૭ ઓવરમાં ૨૮૨-૭નો સ્કોર કર્યો હતો.

૫૮ ઓવરમાં ૧૮૮ રનના સ્કોર પર ઑસ્ટ્રેલિયાએ ૬ વિકેટ ગુમાવી હતી. જોકે સાતમા ક્રમે રમવા આવેલા સૅમ હાર્પરે ૧૫૩ બૉલમાં અણનમ ૧૦૧ રન કરીને ટીમની લાજ બચાવી હતી. નાગપુરના ફાસ્ટ બોલર નચિકેત ભુતે અને મુંબઈના સ્પિનર શમ્સ મુલાનીએ ૩-૩ વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 11:59 AM IST | Mohali | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK