Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત-વેસ્ટ ઇન્ડીઝની ૨-૨થી લેવલ થયેલી સિરીઝની આજે અંતિમ અને નિર્ણાયક મૅચ

ભારત-વેસ્ટ ઇન્ડીઝની ૨-૨થી લેવલ થયેલી સિરીઝની આજે અંતિમ અને નિર્ણાયક મૅચ

Published : 17 October, 2026 12:30 PM | Modified : 17 October, 2026 02:51 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની પાંચ T20 મૅચની સિરીઝની નિર્ણાયક મૅચ રમાશે. આ સિરીઝ હાલમાં ૨-૨થી લેવલ છે. ભારત સામે T20 મૅચની ૬ સિરીઝમાંથી વેસ્ટ ઇન્ડીઝ ૨૦૨૩ની એકમાત્ર સિરીઝ જીત્યું છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


બૅન્ગલોરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટની વાપસી, પાંચમી મૅચ વરસાદને કારણે ધોવાઈ શકે છે

છેલ્લે અહીં ઑક્ટોબર ૨૦૨૪માં ભારત અને ન્યુ ઝીલૅન્ડની મેન્સ ટીમો વચ્ચે ટેસ્ટ-મૅચ રમાઈ હતી, જૂન ૨૦૨૫ની નાસભાગની ઘટના પછી આ પહેલી ઇન્ટરનૅશનલ મૅચ



બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની પાંચ T20 મૅચની સિરીઝની નિર્ણાયક મૅચ રમાશે. આ સિરીઝ હાલમાં ૨-૨થી લેવલ છે. ભારત સામે T20 મૅચની ૬ સિરીઝમાંથી વેસ્ટ ઇન્ડીઝ ૨૦૨૩ની એકમાત્ર સિરીઝ જીત્યું છે. જૂન ૨૦૨૫માં બૅન્ગલોર ટીમના IPL ટાઇટલ જીતવાના જશન સમયે થયેલી નાસભાગની ઘટના પછી આ પહેલી ઇન્ટરનૅશનલ મૅચ અહીં રમાશે. છેલ્લે અહીં ઑક્ટોબર ૨૦૨૪માં ભારત અને ન્યુ ઝીલૅન્ડની મેન્સ ટીમો વચ્ચે ટેસ્ટ-મૅચ રમાઈ હતી.


બૅન્ગલોરના મેદાનની આ પિચને બૅટિંગ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. વરસાદને કારણે રમત અટકી શકે છે અને કદાચ લાંબા સમય સુધી પણ વિક્ષેપ પડી શકે છે. વેધર રિપોર્ટ્સ અનુસાર બપોરે બે વાગ્યાથી જ બૅન્ગલોરમાં વરસાદ શરૂ થશે.

આ સિરીઝમાં કૅરિબિયનો ભારતીય ટીમ પર ભારે રહ્યા છે. ૨૬૧ રન સાથે શાઇ હોપ અને ૨૨૧ રન સાથે શરફેન રદરફોર્ડ આ સિરીઝના ટૉપ ટૂ બૅટર છે. ફાસ્ટ બોલર કીમો પૉલ અને સ્પિનર રોસ્ટન ચેઝે સૌથી વધુ ૬-૬ વિકેટ લીધી છે.


 

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 02:51 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK