Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બધા અમને ચૂપ કરવા અને દિલ તોડવા જેવી એક જેવી લાઇન બોલી રહ્યા છે, કંઈ નવું લાવો

બધા અમને ચૂપ કરવા અને દિલ તોડવા જેવી એક જેવી લાઇન બોલી રહ્યા છે, કંઈ નવું લાવો

Published : 08 March, 2026 08:41 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું...

ગઈ કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેન્સ T20 2026 વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર.

ગઈ કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેન્સ T20 2026 વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર.


મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલ મૅચની પૂર્વ સંધ્યાએ ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ-કૉન્ફરન્સની શરૂઆત હળવા મૂડમાં કરી હતી. ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરના ભારતીય ટીમ અને ફૅન્સને ચૂપ કરવા અને દિલ તોડવાવાળા નિવેદન પર જ્યારે તેની પાસે રીઍક્શન માગવામાં આવ્યું ત્યારે તેણે રમૂજ કરતાં હિન્દીમાં કહ્યું હતું કે ‘અરે સબ એક જૈસી લાઇન ચિપકા રહે હૈં, કુછ નયા તો બોલને કો બોલો ઇનકો.’ ૨૦૨૩માં વન-ડે ફાઇનલ પહેલાં અમદાવાદમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે અને વર્તમાન સેમી-ફાઇનલ મૅચ પહેલાં ઇંગ્લૅન્ડના સૅમ કરૅને મુંબઈમાં સ્ટેડિયમમાં આવેલા ભારતીય ફૅન્સને ચૂપ કરીશું એવો દાવો કર્યો હતો. T20 વર્લ્ડ કપમાં ભારતીય પ્લેયર્સના પ્રદર્શન વિશે વાત કરતાં સૂ્ર્યાએ કહ્યું હતું કે ‘કોઈ પ્લેયરના બાપ કે મોટા ભાઈ બનવાથી કોઈ ફાયદો થશે નહીં. જ્યારે ખેલાડીઓને સ્વતંત્રતા આપવામાં આવે છે ત્યારે તેઓ અલગ રીતે રમે છે. હું ઘણા સમય પહેલાં સમજી ગયો હતો કે હું તેમને આદેશ આપી શકતો નથી, સ્વતંત્રતા તેમના માટે વધુ સારી છે. હું પ્રેશરમાં રહીશ અને જો મને પ્રેશર નહીં લાગે તો હું મારું શ્રેષ્ઠ કેવી રીતે આપી શકીશ? તમને તમારા ઘરઆંગણે વર્લ્ડ કપ ફાઇનલમાં રમવાની તક ભાગ્યે જ મળે છે. એ એક અદ્ભુત લાગણી છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 08:41 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK