લીગ સ્ટેજમાં પાંચેપાંચ મૅચ જીતીને ભારતીય ટીમે ૨૨ નવેમ્બરે આયોજિત સેમી ફાઇનલ મૅચ માટે પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું
જીતની ઉજવણી કરતી ભારતીય મહિલા ટીમ
બ્લાઇન્ડ T20 વિમેન્સ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ૮ વિકેટે હરાવીને ભારતે પોતાનો લીગ સ્ટેજ રાઉન્ડ પૂરો કર્યો છે. શ્રીલંકાના કોલંબોમાં પાકિસ્તાને ૮ વિકેટ ગુમાવીને ૧૩૫ રન કર્યા હતા. જવાબમાં ભારતે માત્ર બે વિકેટે ૧૦.૨ ઓવરમાં ૧૩૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
પાકિસ્તાને શ્રીલંકા સામે ૩૩૧ રનનો હાઇએસ્ટ સ્કોર કરી ૨૧૧ રનની વિશાળ જીત મેળવી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. જોકે ભારત સામે પાકિસ્તાનની ટીમને મુશ્કેલી પડી હતી. ૬ ટીમ વચ્ચેની ટુર્નામેન્ટના લીગ સ્ટેજમાં પાંચેપાંચ મૅચ જીતીને ભારતીય ટીમે ૨૨ નવેમ્બરે આયોજિત સેમી ફાઇનલ મૅચ માટે પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે.


