ઝિમ્બાબ્વે સામે પંજાબના અભિષેક શર્માએ ૩૦ બૉલમાં પંચાવન રન અને હૈદરાબાદના તિલક વર્માએ ૧૬ બૉલમાં ૪૪ રન ફટકાર્યા હતા.
તિલક અને અભિષેક એકસાથે જીત્યા ઇમ્પૅક્ટ પ્લેયર ઑફ ધ મૅચનો મેડલ
ચેપૉકમાં ઝિમ્બાબ્વે સામે ૨૫૬ રન ફટકારીને ૭૨ રને જીત નોંધાવનાર ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમમાં દુર્લભ દૃશ્યો જોવા મળ્યાં હતાં. ઝિમ્બાબ્વે સામે જબરદસ્ત ઇનિંગ્સ રમવા બદલ બે પ્લેયર્સને ઇમ્પૅક્ટ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. ભાગ્યે જ એક મૅચ માટે ડ્રેસિંગરૂમમાં બે પ્લેયરને મેડલ મળે છે. ઓપનર અભિષેક શર્મા અને છઠ્ઠા ક્રમે બૅટિંગ કરનાર તિલક વર્મા આ મેડલ જીત્યા હતા. ઝિમ્બાબ્વે સામે પંજાબના અભિષેક શર્માએ ૩૦ બૉલમાં પંચાવન રન અને હૈદરાબાદના તિલક વર્માએ ૧૬ બૉલમાં ૪૪ રન ફટકાર્યા હતા.
