Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અન્ડર-19 ટીમ ઇન્ડિયાએ દસમી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો

અન્ડર-19 ટીમ ઇન્ડિયાએ દસમી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો

Published : 05 February, 2026 10:24 AM | IST | Harare
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેમી-ફાઇનલમાં અફઘાનિસ્તાનને કચડી નાખ્યું: ભારત સૌથી વધુ પાંચ વાર બની ચૂક્યું છે ચૅમ્પિયન: આવતી કાલે ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે મુકાબલો

આરોન જ્યૉર્જ મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો, તેણે ૧૦૪ બૉલમાં ૧૧૫ રન કર્યા હતા.

આરોન જ્યૉર્જ મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો, તેણે ૧૦૪ બૉલમાં ૧૧૫ રન કર્યા હતા.


અન્ડર-19 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં ભારતે ગઈ કાલે અફઘાનિસ્તાનને ૭ વિકેટથી સજ્જડ પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ચૅમ્પિયન બનવા માટેનો ઇંગ્લૅન્ડ સામેનો ટીમ ઇન્ડિયાનો મુકાબલો હરારેમાં ૬ ફેબ્રુઆરીએ રમાશે.

અફઘાનિસ્તાને પહેલાં બૅટિંગ કરીને ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૩૧૦ રનનો તોતિંગ સ્કોર ઊભો કર્યો હતો, જેના જવાબમાં ભારતે માત્ર ૪૧.૧ ઓવરમાં ફક્ત ૩ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. અફઘાનિસ્તાનના બે બૅટરોએ સેન્ચુરી ફટકારી હતી, જ્યારે ભારત વતી ઓપનર આરોન જ્યૉર્જે સેન્ચુરી ફટકારીને મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. આરોન જ્યૉર્જે ૧૦૪ બૉલમાં ૧૧૫ રન કર્યા હતા.



આરોન સાથે વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર શરૂઆત કરી હતી. તેણે માત્ર ૩૩ બૉલમાં ૬૮ રન કર્યા હતા જેમાં ૪ સિક્સ અને ૯ ફોર હતી. કૅપ્ટન આયુષ મ્હાત્રે પણ ૫૯ બૉલમાં ૬૨ રનની મહત્ત્વની ઇનિંગ્સ રમ્યો હતો.


આ જીતને પગલે ભારત અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ૧૬માંથી ૧૦ વાર પહોંચનારી પહેલવહેલી ટીમ બની છે. અગાઉ ૯ વારની ફાઇનલમાંથી ભારત પાંચ વાર ચૅમ્પિયન બન્યું છે.

આવતી કાલે ફાઇનલ ઝિમ્બાબ્વેના હરારેમાં રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 10:24 AM IST | Harare | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK