Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયાના ઓપનરોએ ૧૩૦ રન કરીને એકવીસમી સદીની હાઇએસ્ટ ભાગીદારી કરી

ટીમ ઇન્ડિયાના ઓપનરોએ ૧૩૦ રન કરીને એકવીસમી સદીની હાઇએસ્ટ ભાગીદારી કરી

Published : 21 November, 2026 08:27 AM | Modified : 21 November, 2026 08:37 AM | IST | Wellington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડ બીજા દિવસે ૮૨ રનમાં છેલ્લી પાંચ વિકેટ ગુમાવીને ૩૬૮ રનમાં આૅલઆઉટ થયું, ભારતે બીજા દિવસના અંતે એક વિકેટે ૧૫૯ રન કર્યા.

ફાસ્ટ બોલર આકાશ દીપે ૩ વિકેટ લીધી હતી, ભારતીય ઓપનર્સે ભારતને શાનદાર શરૂઆત અપાવી

ફાસ્ટ બોલર આકાશ દીપે ૩ વિકેટ લીધી હતી, ભારતીય ઓપનર્સે ભારતને શાનદાર શરૂઆત અપાવી


કિવી શતકવીરો હેન્રી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે છઠ્ઠી વિકેટ માટે મહત્ત્વની ૨૧૬ રનની ભાગીદારી કરી : ભારતની ૧૩૦ રનની ઓપનિંગ ભાગીદારીમાં યશસ્વી જાયસવાલે ૮૫ રનનું યોગદાન આપ્યું, કે.એલ.રાહુલ બાવન રન કરીને ટકી રહ્યો.

વેલિંગ્ટન ટેસ્ટ-મૅચમાં ભારત સામે યજમાન ન્યુ ઝીલૅન્ડે બીજા દિવસે હેન્રી નિકોલ્સ પછી ગ્લેન ફિલિપ્સની સદી અને છઠ્ઠી વિકેટ માટે ૨૧૬ રનની ભાગીદારીને આધારે ૧૨૧ ઓવરમાં ૩૬૮-૧૦નો સ્કોર કર્યો હતો. ભારતીય ટીમે ૧૩૦ રનની ઓપનિંગ ભાગીદારીને આધારે બીજા દિવસના અંતે ૩૯ ઓવરમાં ૧૫૯-૧નો સ્કોર કર્યો હતો.



ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે ૨૪૩-૫ના સ્કોરથી પહેલી ઇનિંગ્સ આગળ વધારી હતી. ગ્લેન ફિલિપ્સે ૨૧૬ બૉલમાં ૧૪ ફોરની મદદથી ૧૧૮ રન કરીને પોતાની બીજી ટેસ્ટ-સદી નોંધાવી હતી. ત્રીજા ક્રમનો બૅટર હેન્રી નિકોલ્સ ૩૩૫ બૉલમાં ૨૧ ફોરની મદદથી ૧૭૫ રન કરીને અણનમ રહ્યો હતો.


ન્યુ ઝીલૅન્ડે ૮૨ રનની અંદર અંતિમ પાંચ વિકેટ ગુમાવી હતી. જસપ્રીત બુમરાહે ૨૯ ઓવરમાં ૯૨ રન આપીને ૪ વિકેટ લીધી હતી. આકાશ દીપે ૨૩ ઓવરમાં ૫૩ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. અંશુલ કમ્બોજે બે વિકેટ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧ વિકેટ લીધી હતી. વૉશિંગ્ટન સુંદરને એક પણ વિકેટ મળી નહોતી.

ભારતની પહેલી ઇનિંગ્સમાં યશસ્વી જાયસવાલે ૮૯ બૉલમાં ૧૬ રનની મદદથી ૮૫ રન કરીને મજબૂત શરૂઆત અપાવી હતી. કે.એલ. રાહુલ ૧૧૬ બૉલમાં પાંચ ફોરની મદદથી બાવન રન અને દેવદત્ત પડિક્કલ ૩૫ બૉલમાં ૩ ફોરની મદદથી ૧૬ રન કરીને અણનમ રહ્યા હતા. મૅટ હેન્રીએ ૧૨ ઓવરમાં ૪૩ રન આપીને ૧ વિકેટ લીધી હતી. ટી-બ્રેક પછી ન્યુ ઝીલૅન્ડના બોલિંગ યુનિટે ૬ નો-બૉલ ફેંક્યા હતા.


15 : ટેસ્ટ-મૅચમાં ૧૦૦ રનની અંદર પાંચ વિકેટ ગુમાવ્યા પછી આટલામી વખત કોઈ ટીમે છઠ્ઠી વિકેટ માટે ૨૦૦ પ્લસ રનની ભાગીદારી નોંધાવી. ન્યુ ઝીલૅન્ડે અગાઉ ૨૦૧૪માં જ ભારત સામે આવી કમાલ કરી હતી.

ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ભારતની બીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી

યશસ્વી જાયસવાલ અને કે.એલ. રાહુલે ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામે ૧૬૭ બૉલમાં ૧૩૦ રનની ભાગીદારી કરી હતી. ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ભારતની આ બીજી સૌથી મોટી અને ૨૧મી સદીની હાઇએસ્ટ ઓપનિંગ ભાગીદારી હતી. ૧૯૯૦માં મનોજ પ્રભાકર અને ડબ્લ્યુ. વી. રમણે ઑકલૅન્ડની ટેસ્ટ-મૅચમાં ૧૪૯ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

ન્યુ ઝીલૅન્ડમાં છેલ્લે એક દાયકા પહેલાં વિદેશી ઓપનર્સે ૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી હતી. છેલ્લે ૨૦૧૬માં હૅમિલ્ટન ટેસ્ટ-મૅચમાં પાકિસ્તાનના ઓપનર્સ ફિફ્ટી પ્લસ રન કરી શક્યા હતા.

નવેમ્બર ૨૦૨૪ પછી ભારતે પહેલી વખત ટેસ્ટ-મૅચમાં સદીની ઓપનિંગ ભાગીદારી કરી છે. છેલ્લી ૧૭ ટેસ્ટ-મૅચની ૩૦ ઇનિંગ્સથી ૧૦૦ પ્લસની ઓપનિંગ ભાગીદારી ભારતીય ઓપનર્સ કરી શક્યા નહોતા.

ભારત સામે એક કૅલેન્ડર યરમાં ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી ફટકારનાર જગતનો પહેલો ક્રિકેટર બન્યો ગ્લેન ફિલિપ્સ

ગ્લેન ફિલિપ્સ એક હરીફ સામે ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારનાર ન્યુ ઝીલૅન્ડનો પહેલો ક્રિકેટર બની ગયો છે. આવી કમાલ કરનાર ઓવરઑલ ગ્લેન ફિલિપ્સ નવમો પ્લેયર બન્યો છે. શેન વૉટ‍્સન, શાઇ હોપ પછી ભારતીય ટીમ સામે ગ્લેન ફિલિપ્સે ત્રણેય ફૉર્મેટની સદી નોંધાવી છે.

એક કૅલેન્ડર યરમાં એક હરીફ સામે ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારનાર પહેલો ક્રિકેટર રોહિત શર્મા હતો. તેણે ૨૦૧૭માં શ્રીલંકા સામે આ સિદ્ધિ મેળવી હતી. ગ્લેન ફિલિપ્સ એક કૅલેન્ડર યરમાં ભારત સામે ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી ફટકારનાર જગતનો પહેલો ક્રિકેટર બન્યો છે. રોહિત શર્મા જેવી કમાલ કરનાર તે માત્ર બીજો ક્રિકેટર બન્યો છે.

ભારત સામે વેલિંગ્ટનમાં ટેસ્ટ-સદી ફટકારનાર ગ્લેન ફિલિપ્સે આ વર્ષે ૧૮ જાન્યુઆરીએ ઇન્દોરની વન-ડેમાં ૧૦૬ રન અને ૩૦ ઑક્ટોબરે ઑકલૅન્ડની T20 મૅચમાં ૧૦૭ રન કર્યા હતા.

SENA દેશોમાં ૫૦ પ્લસ રન ફટકાનાર પહેલો ભારતીય બન્યો ઓપનર કે.એલ. રાહુલ

સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા એટલે કે SENA દેશોની રેકૉર્ડ લિસ્ટમાં કે.એલ. રાહુલે મોટી સિદ્ધિ મેળવી છે. SENA દેશોમાં ૫૦ પ્લસ રન ફટકાનાર કે.એલ. રાહુલ પહેલો ભારતીય ઓપનર અને છઠ્ઠો એશિયન ઓપનર બન્યો છે. તેણે ઇંગ્લૅન્ડમાં ૭ વખત, ઑસ્ટ્રેલિયામાં ૩ વખત, સાઉથ આફ્રિકામાં બે વખત અને ન્યુ ઝીલૅન્ડમાં પહેલી વખત ઓપનર તરીકે ફિફ્ટી પ્લસ રનની ઇનિંગ્સ રમી છે.

સચિન તેન્ડુલકરની જેમ પહેલી ૩૨ ટેસ્ટ-મૅચ ૩૨ અલગ મેદાન પર રમ્યો ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ

યશસ્વી જાયસવાલે પોતાની કરીઅરની પ્રથમ ૩૨ ટેસ્ટ-મૅચો ૩૨ અલગ મેદાનોમાં રમીને સચિન તેન્ડુલકરના રેકૉર્ડની બરાબરી કરી છે. આ બન્નેથી આગળ સંજય માંજરેકર છે. તેણે પોતાની પ્રથમ ૩૩ મૅચો ૩૩ અલગ મેદાન પર રમવાનો અનોખો રેકૉર્ડ બનાવ્યો હતો. યશસ્વીએ જુલાઈ ૨૦૨૩માં વેસ્ટ ઇન્ડીઝના ડોમિનિકામાં વિન્ડસર પાર્કમાં ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 08:37 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK