Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અભિષેક શર્મા ભારત માટે T20 મૅચમાં ત્રણ વિકેટ લેનાર પહેલો ઓપનર બન્યો 

અભિષેક શર્મા ભારત માટે T20 મૅચમાં ત્રણ વિકેટ લેનાર પહેલો ઓપનર બન્યો 

Published : 27 July, 2026 03:46 PM | IST | Harare
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝિમ્બાબ્વે સામેની બીજી T20માં અભિષેક શર્માએ 3 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો. તે T20 ઇન્ટરનેશનલમાં 3 વિકેટ લેનારો પ્રથમ ભારતીય ઓપનર બન્યો, સાથે જ ભારત માટે ઓપનર તરીકે શ્રેષ્ઠ T20 બોલિંગનો પોતાનો જ રેકોર્ડ સુધાર્યો.

અભિષેક શર્મા

અભિષેક શર્મા


ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મૅચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ મોટી સિદ્ધિ મેળવી હતી. તેણે ૨.૫ ઓવરમાં પાર્ટટાઇમ સ્પિનર તરીકે ૧૭ રન આપીને 3 વિકેટ લીધી હતી. ઓપનર તરીકે T20 મૅચમાં 3 વિકેટ લેનાર અભિષેક શર્મા પહેલો ભારતીય બોલર બન્યો હતો. 
અભિષેક શર્મા ભારત માટે T20 મૅચમાં બેસ્ટ બોલિંગ કરનાર ઓપનર બન્યો હતો. અગાઉ તેના નામે જ ભારત તરફથી T20 મૅચમાં બેસ્ટ બોલિંગ કરનાર ઓપનરનો રેકૉર્ડ હતો. તેણે ૨૦૨૫માં મુંબઈમાં ઇંગ્લૅન્ડ સામે 3 રન આપીને બે વિકેટ લીધી હતી.
કોઈ પણ ફૉર્મેટમાં 3 વિકેટ લેનાર છેલ્લો ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગ હતો. તેણે ૨૦૧૨માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે મૅચમાં 3 વિકેટ લીધી હતી.
ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં ભારતીય ઓપનર દ્વારા શ્રેષ્ઠ બોલિંગ આંકડાનો રેકૉર્ડ અનુક્રમે વિનુ માંકડ અને રવિ શાસ્ત્રીના નામે છે. વિનુ માંકડે ૧૯૫૨માં પાકિસ્તાન સામે ૮/૫૨ અને રવિ શાસ્ત્રીએ ૧૯૭૧માં ઑસ્ટ્રેલિયા સામે ૫/૧૬ના આંકડા સાથે બેસ્ટ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 03:46 PM IST | Harare | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK