Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ T20 વર્લ્ડ કપની છેલ્લી વૉર્મ-અપ મૅચમાં ભારતની ઇંગ્લૅન્ડ સામે પાંચ રનથી હાર

વિમેન્સ T20 વર્લ્ડ કપની છેલ્લી વૉર્મ-અપ મૅચમાં ભારતની ઇંગ્લૅન્ડ સામે પાંચ રનથી હાર

Published : 11 June, 2026 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિચા ઘોષની ૩૬ બૉલમાં ૬૮ રનની ઇનિંગ્સ એળે ગઈ...

રિચા ઘોષ

રિચા ઘોષ


ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં આયોજિત વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની છેલ્લી વૉર્મ-અપ મૅચમાં ભારતીય ટીમની યજમાન ઇંગ્લૅન્ડ સામે પાંચ રનથી હાર થઈ હતી. પ્રથમ વૉર્મ-અપ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૬ રનથી જીત મેળવનાર ભારતીય ટીમે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લૅન્ડે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૧ રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ૧૮ રનમાં બન્ને ઓપનરો સ્મૃતિ માન્ધના (૧ રન) અને શફાલી વર્મા (૧૩ રન)ને ગુમાવીને નબળી શરૂઆત કર્યા બાદ ૧૩મી ઓવરમાં ૮૭ રનમાં અડધી ટીમ પૅવિલિયન ભેગી થઈ ગઈ હતી. છેલ્લે વિકેટકીપર-બૅટર રિચા ઘોષે ૩૬ બૉલમાં બે સિક્સર અને ૯ ફોર સાથે ફટકાબાજી કરતાં રોમાંચક જીતની આશા જન્મી હતી, પણ તે આખરે છેલ્લી ઓવરના ચોથા બૉલે આઉટ થઈ જતાં ભારતીય ટીમને પાંચ રનથી હાર જોવી પડી હતી.

આવતી કાલે યજમાન ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટક્કર સાથે વિમેન્સ T20 વર્લ્ડ કપની શરૂઆત થશે અને રવિવારે ભારત પોતાની પ્રથમ મૅચ પાકિસ્તાન સામે રમશે.


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK