શફાલીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો
શ્રી ચારણીએ શાનદાર બોલિંગ કરતાં બે વિકેટ લીધી હતી. તેને શાબાશી આપી રહેલી ભારતની વિકેટકીપર રિચા ઘોષ
શ્રીલંકા સામેની પાંચ T20 મૅચની સિરીઝમાં ભારતીય વિમેન્સ ટીમે સતત બીજી જીત નોંધાવી હતી. ગઈ કાલે રમાયેલી બીજી મૅચમાં ભારતે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી અને શ્રીલંકાનો સ્કોર ૯ વિકેટે ૧૨૮ રન સુધી સીમિત રાખ્યો હતો. શફાલી વર્માની ૩૪ બૉલમાં અણનમ ૬૯ રનની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ભારતે ૧૧.૫ ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. જેમિમા રૉડ્રિગ્સે ૧૫ બૉલમાં ૨૬ અને સ્મૃતિ માન્ધનાએ ૧૧ બૉલમાં ૧૪ રન કર્યા હતા. શફાલીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.


