અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ પહેલાં બે વૉર્મ-અપ મૅચ રમશે ટીમ ઇન્ડિયા, ઝિમ્બાબ્વે ક્રિકેટના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઍરપોર્ટ પર ભારતીય ટીમને મળેલા શાનદાર વેલકમનો વિડિયો શૅર કરવામાં આવ્યો હતો.
ભારતીય યુથ ટીમને પારંપરિક નૃત્ય વચ્ચે ઝિમ્બાબ્વેમાં મળ્યું શાનદાર વેલકમ
૧૫ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી વચ્ચે આયોજિત અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વે પહોંચી છે. ઝિમ્બાબ્વે ક્રિકેટના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઍરપોર્ટ પર ભારતીય ટીમને મળેલા શાનદાર વેલકમનો વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. પારંપરિક નૃત્ય કરતા લોકલ ડાન્સર સાથે ભારતના સપોર્ટ સ્ટાફના સભ્યોએ પણ ડાન્સ કર્યો હતો.
વન-ડે વર્લ્ડ કપની તૈયારીને આખરી ઓપ આપવા માટે વૈભવ સૂર્યવંશી સહિતના ભારતીય પ્લેયર્સ બે વૉર્મ-અપ મૅચ રમશે. આજે ૧૦ જાન્યુઆરીએ સ્કોટલૅન્ડ સામે અને ૧૨ જાન્યુઆરીએ ઇંગ્લૅન્ડ સામે ભારતીય ટીમની વૉર્મ-અપ મૅચનું આયોજન કરવામાં આવ્યું છે. નામિબિયા પણ વર્લ્ડ કપનો સહયજમાન દેશ છે.


