આ પ્રતિષ્ઠિત અવૉર્ડ માટે પહેલી વખત કોઈ વિમેન્સ ક્રિકેટ ટીમ નૉમિનેટ થઈ
ફાઇલ તસવીર
વન-ડે વર્લ્ડ કપ 2025 રૂપે પોતાનું પહેલું ટાઇટલ જીતનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રતિષ્ઠિત લૉરિયસ ટીમ ઑફ ધ યર અવૉર્ડ 2026 માટે નૉમેનિટ કરવામાં આવી છે. આ અવૉર્ડ માટે નૉમિનેટ થનાર હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની પહેલી વિમેન્સ ક્રિકેટ ટીમ બની છે.
આ અવૉર્ડ માટે ઇંગ્લૅન્ડની મહિલા ફુટબૉલ ટીમ, યુરોપિયન રાયડર કપ ટીમ, ફ્રેન્ચ ફુટબૉલ લીગની ટીમ પૅરિસ સેન્ટ-જર્મેઈન અને મૅક્લેરેન ફૉર્મ્યુલા વન જેવી મોટી ટીમો પણ નૉમિનેટ થઈ છે. ૨૦ એપ્રિલે સ્પેનના મેડ્રિડમાં એક ભવ્ય સમારોહમાં વિજેતાની જાહેરાત થશે.
ADVERTISEMENT
૨૦૦૦થી લૉરિયસ સ્પોર્ટ્સ ફૉર ગુડ ફાઉન્ડેશન દ્વારા અલગ-અલગ કૅટેગરીમાં રમતગમતની પ્રતિભાઓને તેમના પ્રદર્શન માટે અવૉર્ડ આપવામાં આવે છે. દર વર્ષે અપાતા આ અવૉર્ડ માટે ભારત તરફથી રેસલર વિનેશ ફોગાટ (૨૦૧૯), જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા (૨૦૨૨) અને ક્રિકેટર રિષભ પંત (૨૦૨૫) પણ નૉમેનિટ થયાં હતાં.
