IPL 2025: ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત સમયમાં સંપૂર્ણ ઓવર સમાપ્ત કરી ન હતી. આ દરમિયાન તેની અમ્પાયર સાથે દલીલ પણ થઈ હતી. 2025ની સિઝનમાં આ શુભમન ગિલની પહેલી ભૂલ હતી. તેથી, તેના પર ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શુભમન ગિલની ગઈકાલની મૅચમાં અમ્પાયર સાથે દલીલ થઈ હતી (તસવીર: X)
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)ની શરૂઆત થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા અનેક ખેલાડીઓ પાસેથી મોટી દંડની રકમ પણ વસૂલ કરવામાં આવી હોવાની ઘટના બની છે. ગઈ કાલે બપોરની ગુજરાત ટાયટન્સ (GT) અને દિલ્હી કૅપિટલ્સ (DC)ની મૅચ થઈ હતી, જેમાં GTએ જીત મેળવી હતી. જોકે આ જીત મેળવવા છતાં GTના કૅપ્ટનને બીસીસીઆઇએ દંડ ફટકાર્યો છે.
શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે શનિવારે દિલ્હી કૅપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જીટી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. પરંતુ આ ખુશીની સાથે એક ખરાબ સમાચાર પણ આવ્યા હતા. BCCI એ શુભમન ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં ધીમા ઓવર રેટને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. મૅચમાં, જોસ બટલરે શાનદાર પ્રદર્શન કર્યું અને અણનમ 97 રન બનાવ્યા અને `પ્લેયર ઓફ ધ મૅચ` બન્યો.
ADVERTISEMENT
IPL એ એક નિવેદન બહાર પાડ્યું
ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત સમયમાં સંપૂર્ણ ઓવર સમાપ્ત કરી ન હતી. આ દરમિયાન તેની અમ્પાયર સાથે દલીલ પણ થઈ હતી. 2025ની સિઝનમાં આ શુભમન ગિલની પહેલી ભૂલ હતી. તેથી, તેના પર ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, `અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ સામે IPL 2025 ના 35 નંબરના મૅચ દરમિયાન ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલને ધીમો ઓવર રેટ જાળવી રાખવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.` IPL આચારસંહિતાના કલમ 2.22 હેઠળ, જે ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સાથે સંબંધિત છે, તે સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હતો, ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
બટલરે મૅચ વિનિંગ ઇનિંગ્સ રમી
જૉસ બટલર મૅચનો હીરો રહ્યો. તેણે શાનદાર બૅટિંગ કરી. ૨૦૪ રનના લક્ષ્યનો પીછો કરતા બટલરે ૫૪ બૉલમાં અણનમ ૯૭ રન બનાવ્યા. તેણે 4 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા. બટલર ફક્ત 3 રનથી સદી ફટકારવાનું ચૂકી ગયો. તેની શાનદાર ઇનિંગ્સ માટે તેમને `પ્લેયર ઓફ ધ મૅચ` જાહેર કરવામાં આવ્યો હતો. શેરફેન રૂધરફોર્ડે પણ 34 બૉલમાં 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. દિલ્હી કૅપિટલ્સ તરફથી કુલદીપ યાદવ અને મુકેશ કુમારે 1-1 વિકેટ ઝડપી હતી. પ્રથમ બૅટિંગ કરતા દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરમાં 203 રન બનાવ્યા. દિલ્હી તરફથી કૅપ્ટન અક્ષર પટેલે સૌથી વધુ 39 રન બનાવ્યા. તેણે 32 બૉલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો. કરુણ નાયરે ૩૧, કેએલ રાહુલે ૨૮, ટ્રિસ્ટન સ્ટબ્સે ૩૧ અને આશુતોષ શર્માએ ૩૭ રન બનાવ્યા હતા, જોકે આખરે ગુજરાતે જીત મેળવી.

