‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં પોતાની કરીઅરની શરૂઆત કરનાર તારા સુતરિયા હાલમાં તેની પ્રોફેશનલ લાઇફ કરતાં તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં છે.
બાદશાહ અને તારા સુતરિયા
‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં પોતાની કરીઅરની શરૂઆત કરનાર તારા સુતરિયા હાલમાં તેની પ્રોફેશનલ લાઇફ કરતાં તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં છે.
તારા સુતરિયાએ અગાઉ આદર જૈનને ડેટ કર્યો હતો. બન્ને ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. જોકે ૨૦૨૩માં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આદરે આ પછી અલેખા અડવાણી સાથે લગ્ન કર્યાં હતાં.
ADVERTISEMENT
પહેલાં આદર જૈન સાથેના પ્રેમપ્રકરણને કારણે લાઇમલાઇટમાં રહેલી તારા ફરીથી પોતાની લવલાઇફને કારણે ચર્ચામાં છે. ચર્ચા છે કે તારા હાલમાં રૅપર બાદશાહને ડેટ કરી રહી છે. જોકે અત્યાર સુધી આ વિશે કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ જાહેર કરવામાં નથી આવ્યું.
તારા અને બાદશાહનું ડેટિંગ રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 15’ના સેટ પરથી શરૂ થયું છે. આ શોમાં શિલ્પા શેટ્ટીએ મજાક-મજાકમાં હિન્ટ આપી હતી કે બાદશાહના જીવનમાં તારા સુતરિયાનું ખાસ સ્થાન છે. આ સાંભળીને બાદશાહ શરમાઈ ગયો હતો. બાદશાહના આ વર્તન પછી સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે તારા અને બાદશાહ એકમેકને ડેટ કરી રહ્યાં છે.
આ રિયલિટી શોમાં શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે ‘બાદશાહ, મેં સાંભળ્યું છે કે તું દિવસે પણ ‘તારા’ જોઈ રહ્યો છે... તું તારા જોઈ રહ્યો છે. જ્યારે આપણે ૯૦ના દાયકાના સમયને સેલિબ્રેટ કરી રહ્યા છીએ ત્યારે મને તમારા માટે એક ખાસ ગીત યાદ આવ્યું, ‘ચલતી હૈ ક્યા ૯ સે ૧૨? આ જ ગીત ગાઈ રહ્યાં છોને તમે?’
બાદશાહની વાત કરીએ તો થોડા સમય પહેલાં તેનું નામ પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિર સાથે ચર્ચાતું હતું. આ બન્ને એકમેકની કંપની માણતાં હોય એવી તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી. જોકે આ બન્નેએ ક્યારેય તેમની રિલેશનશિપ વિશે સ્પષ્ટતા નથી કરી. જોકે હવે બદલાયેલી પરિસ્થિતિમાં બાદશાહની દિલની રાણી હાનિયા નહીં પણ તારા સુતરિયા હોય એમ લાગે છે.

