૯૦ GBની ફાઇલ માત્ર ૭૨ સેકન્ડમાં થશે ડાઉનલોડ
10G હાઈ સ્પીડ ઇન્ટરનેટ
ચીનની સ્માર્ટફોન કંપની હુઆવેએ ચાઇના ટેલિકૉમ સાથે મળીને હેબઈ પ્રાંતના ઝિઑન્ગઆન ન્યુ એરિયામાં ચીનનું પહેલું 10G સ્ટાન્ડર્ડ બ્રૉડબેન્ડ નેટવર્ક લૉન્ચ કર્યું છે. ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ મોટી છલાંગ છે, કારણ કે આપણા દેશમાં હજી 5G નેટવર્ક છે. 10G હાઈ સ્પીડ ઇન્ટરનેટને કારણે ૯૦ ગીગા બાઇટ (GB)ની ફાઇલ માત્ર ૭૨ સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકે છે અને 8K ક્વૉલિટીવાળી બેથી અઢી કલાકની ફિલ્મ સેકન્ડોમાં ડાઉનલોડ થઈ જાય છે. આ સંદર્ભમાં પ્રકાશિત ડેટા અનુસાર નેટવર્ક પર વાસ્તવિક ડાઉનલોડ સ્પીડ ૯૮૩૪ મેગા બાઇટ્સ પર સેકન્ડ (Mbps) સુધી પહોંચી હતી અને અપલોડ સ્પીડ ૧૦૦૮ Mbps હતી. આ વિસ્તાર ચીનની રાજધાની બીજિંગથી નજીક છે અને એને ચીનના મુખ્ય ટેક્નૉલૉજી હબમાંનો એક માનવામાં આવે છે.

