રવિવારે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે રાજસ્થાન રૉયલ્સ (RR) સામે શાનદાર ૧૦૬ રનની અણનમ ઇનિંગ્સ રમીને પોતાની જાતને સાબિત કરી બતાવી હતી.
શાનદાર સેન્ચુરી ફટકારવા બદલ મળેલા અવૉર્ડ સાથે પ્લેયર ઑફ ધ મૅચ ઈશાન કિશન.
ઑલમોસ્ટ એક વર્ષ પહેલાં ઈશાન કિશનને ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાથમિકતા ન આપવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારથી તે ભારત માટે રમ્યો નથી અને સ્થાનિક સર્કિટમાં તેનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી, પરંતુ રવિવારે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે રાજસ્થાન રૉયલ્સ (RR) સામે શાનદાર ૧૦૬ રનની અણનમ ઇનિંગ્સ રમીને પોતાની જાતને સાબિત કરી બતાવી હતી.
ADVERTISEMENT
ડ્રેસિંગ રૂમમાં હૈદરાબાદના બેસ્ટ પ્લેયર ઑફ ધ મૅચના મેડલ સાથે કિશન.
૧૦૦મી ઇનિંગ્સમાં પોતાની પહેલી IPL સેન્ચુરી સાથે ૫૦૦૦ T20 રન પૂરા કરનાર ઈશાન કિશન કહે છે, ‘પરિસ્થિતિ ગમે એ હોય, મને લાગે છે કે હું ક્યારેય એ ખરાબ ક્ષણો વિશે વિચારનાર વ્યક્તિ નથી. હું વર્તમાનમાં ખૂબ જ વ્યસ્ત હતો. હા, મારે પ્રદર્શન કરવાની જરૂર છે, મારે મારા માટે સારું કરવાની જરૂર છે. હું જે કંઈ પણ કરીશ એ દિવસના અંતે મને મદદ કરશે એથી IPLમાં આવતાં પહેલાં મેં બધા નકારાત્મક વિચારો ફેંકી દેવાની અને આગળ શું થવાનું છે એ વિશે વિચારવાની યોજના બનાવી.’
હૈદરાબાદે ૧૧.૨૫ કરોડ રૂપિયામાં ઈશાન કિશનને પોતાની સ્ક્વૉડમાં સામેલ કર્યો છે.
34
આટલા ચોગ્ગા સાથે હૈદરાબાદે એક T20 ઇનિંગ્સમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકૉર્ડ કર્યો.
14.1
આટલી ઓવરમાં ફાસ્ટેસ્ટ ૨૦૦ રન ફટકારી હૈદરાબાદે સંયુક્ત રીતે બૅન્ગલોર (૨૦૧૬)ના રેકૉર્ડની બરાબરી કરી.

