અક્ષર પટેલે પોતાના દીકરા હક્ષ સાથેની કેટલીક શાનદાર ક્ષણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતીય ઑલરાઉન્ડર અને દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન અક્ષર પટેલ IPL 2026ની રસાકસી વચ્ચે ડૅડ-ડ્યુટી કરતો જોવા મળ્યો હતો. ૩૨ વર્ષના અક્ષર પટેલે પોતાના દીકરા હક્ષ સાથેની કેટલીક શાનદાર ક્ષણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરી હતી. આ ફોટોમાં બાપ-દીકરા બન્ને કાળઝાળ ગરમીથી રાહત મેળવવા હોટેલ-રૂમની અગાસી પરના સ્વિમિંગ-પૂલમાં જોવા મળ્યા હતા.
