Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચેન્નઈનો નવો બોલર, રામક્રિષ્ન ઘોષ સીઝનમાંથી આઉટ થઈ ગયો

ચેન્નઈનો નવો બોલર, રામક્રિષ્ન ઘોષ સીઝનમાંથી આઉટ થઈ ગયો

Published : 05 May, 2026 02:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના નાશિકમાં જન્મેલા ૨૮ વર્ષના રામક્રિષ્ન ઘોષે બીજી મેએ મુંબઈ ઇન્ડિયન્સ સામે IPL ડેબ્યુ કર્યું હતું

રામક્રિષ્ન ઘોષ

રામક્રિષ્ન ઘોષ


ચેન્નઈ સુપર કિંગ્સના ઑલરાઉન્ડર રામક્રિષ્ન ઘોષ જમણા પગમાં ફ્રૅક્ચર થવાને કારણે IPL 2026ની બાકીની મૅચોમાંથી બહાર થઈ ગયો છે. મહારાષ્ટ્રના નાશિકમાં જન્મેલા ૨૮ વર્ષના રામક્રિષ્ન ઘોષે બીજી મેએ મુંબઈ ઇન્ડિયન્સ સામે IPL ડેબ્યુ કર્યું હતું.

ડેબ્યુ મૅચમાં વિલ જૅક્સનો શાનદાર કૅચ પકડવાની સાથે ૩ ઓવરમાં ૨૪ રન આપીને આ બોલરે સૂર્યકુમાર યાદવને કૅચઆઉટ કરાવ્યો હતો. આ મૅચ દરમ્યાન જ તેને પગમાં દુખાવો શરૂ થયો હતો. ચેન્નઈએ આ ફાસ્ટ બોલરને ૩૦ લાખ રૂપિયામાં સામેલ કર્યો હતો.



રામક્રિષ્ન ઘોષ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સના નૅથન એલિસ, આયુષ મ્હાત્રે અને ખલીલ અહમદ પણ ઇન્જરીને કારણે સીઝનમાંથી બહાર થઈ ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK