Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લુન્ગી ઍન્ગિડી મેદાન પર તરખાટ મચાવવા માટે ૧૦૦ ટકા ફિટ

લુન્ગી ઍન્ગિડી મેદાન પર તરખાટ મચાવવા માટે ૧૦૦ ટકા ફિટ

Published : 05 May, 2026 01:57 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લુન્ગી ઍન્ગિડીની હાજરીથી મિચલ સ્ટાર્ક, ટી. નટરાજન સહિતના દિલ્હીના ફાસ્ટ બોલિંગ-યુનિટને વધુ મજબૂતાઈ મળશે

લુન્ગી ઍન્ગિડી

લુન્ગી ઍન્ગિડી


સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડી ચોંકાવનારી ઇન્જરી બાદ IPL 2026માં કમબૅક કરવા માટે તૈયાર છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં જ પચીસ એપ્રિલે પંજાબ કિંગ્સ સામે ફીલ્ડિંગ દરમ્યાન ગરદન અને ખભાના ભાગે ઇન્જરી થતાં લુન્ગી ઍન્ગિડીને ઍમ્બ્યુલન્સથી તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.

ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સના બોલિંગ કોચ મુનાફ પટેલે કહ્યું કે ‘લુન્ગી ઍન્ગિડી રમવા માટે ફિટ છે. ૬ દિવસના આરામને કારણે તે બે મૅચ રમી શક્યો નથી.’



લુન્ગી ઍન્ગિડીની હાજરીથી મિચલ સ્ટાર્ક, ટી. નટરાજન સહિતના દિલ્હીના ફાસ્ટ બોલિંગ-યુનિટને વધુ મજબૂતાઈ મળશે.


૨૦૧૮થી IPLમાં લુન્ગી ઍૅન્ગિડી પહેલી ત્રણ સીઝન ચેન્નઈ, છેલ્લી સીઝન બૅન્ગલોર અને વર્તમાન સીઝનમાં દિલ્હી માટે રમી રહ્યો છે. હમણાં સુધી ૨૩ મૅચમાં તેણે ૮.૫૭ના ઇકૉનૉમી-રેટથી ૩૬ વિકેટ લીધી છે. વર્તમાન સીઝનની ૬ ઇનિંગ્સમાં તેણે ૭ વિકેટ લીધી છે. ૩૦ વર્ષનો આ ખેલાડી દિલ્હી માટે બે કરોડ રૂપિયામાં રમી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 01:57 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK