Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાડ્ડે પંજાબિયાં દા દિલના વડ્ડા હોન્દા હૈ... લો દિત્તા એક પૉઇન્ટ

સાડ્ડે પંજાબિયાં દા દિલના વડ્ડા હોન્દા હૈ... લો દિત્તા એક પૉઇન્ટ

Published : 08 April, 2026 11:56 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવું કહીને શ્રેયસ ઐયરની બહેને કિંગ ખાનની ટીમને ટ્રોલ કરી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ઈડન ગાર્ડન્સમાં સોમવારે વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મૅચ રદ રહી હતી. વરસાદના વિઘ્ન પહેલાં ૩.૪ ઓવરમાં પચીસ રન પર બે વિકેટ ગુમાવનાર કલકત્તાએ રાહતનો શ્વાસ લીધો હતો. સતત બે મૅચ હારેલી કલકત્તાની ટીમને એક પૉઇન્ટ મળતાં તેમનું ખાતું ખૂલ્યું હતું.

શ્રેયસ ઐયરની ડાન્સર બહેન શ્રેષ્ટા ઐયરે એક ડાન્સ-વિડિયો શૅર કરીને શાહરુખ ખાનની ટીમ કલકત્તાને ટ્રોલ કરી હતી. તેણે મિત્રો સાથેનો આ ડાન્સ-વિડિયો શૅર કરતાં પહેલાં કહ્યું હતું કે ‘સાડ્ડે પંજાબિયાં દા દિલના વડા હોન્દા હૈ... લો, દિત્તા એક પૉઇન્ટ.’ એટલે કે પંજાબીઓનાં દિલ મોટાં હોય છે, લો તમને એક પૉઇન્ટ આપ્યો. શ્રેયસ ઐયર ૨૦૨૪માં કલકત્તાને ચૅમ્પિયન બનાવી ચૂક્યો હતો. જોકે ટીમ-મૅનેજમેન્ટ સાથેના અણબનાવને કારણે શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સમાં જોડાયો હતો. 



બે રેકૉર્ડ-બ્રેક મૅચ બાદ બે નો-રિઝલ્ટ મૅચ


ઈડન ગાર્ડન્સમાં પંજાબ અને કલકત્તાની છેલ્લી બે મૅચ નો-રિઝલ્ટ રહી છે. IPL 2025માં કલકત્તા અને પંજાબની મૅચ પણ આ મેદાન પર વરસાદને કારણે રદ રહી હતી. આ બે નો-રિઝલ્ટ મૅચ પહેલાં બન્ને ટીમે બે રેકૉર્ડ-બ્રેક મૅચ રમી હતી. ૨૦૨૫માં મુલ્લાનપુરમાં પંજાબે ૧૧૨ રનના ટાર્ગેટ સામે કલકત્તાને ૯૫ રને ઑલઆઉટ કરીને ટુર્નામેન્ટનો સૌથી લોએસ્ટ ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો. ૨૦૨૪ની એકમાત્ર ટક્કરમાં કલકત્તાના ૨૬૨ રનના ટાર્ગેટને પંજાબે ચેઝ કરી લીધો હતો. એ ટુર્નામેન્ટના ઇતિહાસનો હાઇએસ્ટ સફળ રન-ચેઝ હતો. 


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 11:56 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK