Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેં IPLના ઇતિહાસમાં લખનઉથી ખરાબ ટીમ, ખરાબ બૅટિંગ લાઇનઅપ, ખરાબ કૅપ્ટન ક્યારેય જોયાં નથી : ક્રિસ શ્રીકાંત

મેં IPLના ઇતિહાસમાં લખનઉથી ખરાબ ટીમ, ખરાબ બૅટિંગ લાઇનઅપ, ખરાબ કૅપ્ટન ક્યારેય જોયાં નથી : ક્રિસ શ્રીકાંત

Published : 24 April, 2026 03:03 PM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો આ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તો આટલો મોટો સપોર્ટ-સ્ટાફ કેમ છે? મને ખાતરી છે કે ક્રિકેટચાહકો પાસે લખનઉની ટીમની થિન્ક-ટૅન્ક કરતાં ઘણી સારી ક્રિકેટબુદ્ધિ છે.

બુધવારે લખનઉના માલિક સંજય ગોયનકાએ રાજસ્થાન સામે મૅચ હારી ગયા બાદ ટીમના કૅપ્ટન રિષભ પંત સાથે વાતચીત કરી હતી.

બુધવારે લખનઉના માલિક સંજય ગોયનકાએ રાજસ્થાન સામે મૅચ હારી ગયા બાદ ટીમના કૅપ્ટન રિષભ પંત સાથે વાતચીત કરી હતી.


ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે લખનઉ સુપર જાયન્ટ્સ વિશે મોટી કમેન્ટ કરી છે. શ્રીકાંતે કહ્યું હતું કે, ‘તેમણે બિલકુલ પ્રતિબદ્ધતા બતાવી નહીં. ખરાબ ટીમની આ જ વ્યાખ્યા છે. મેં IPLના ઇતિહાસમાં આનાથી ખરાબ ટીમ ક્યારેય જોઈ નથી. તેમને સામાન્ય રીતે રમત કેવી રીતે રમવી એ ખબર નથી. તેમની પાસે ટૉમ મૂડી, કેન વિલિયમસન અને જસ્ટિન લૅન્ગર જેવા લોકો કોચિંગ ટીમમાં છે. છતાં તેમની પાસે સૌથી મૂળભૂત વ્યૂહાત્મક વિચારસરણીનો પણ અભાવ છે. જો આ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તો આટલો મોટો સપોર્ટ-સ્ટાફ કેમ છે? મને ખાતરી છે કે ક્રિકેટચાહકો પાસે લખનઉની ટીમની થિન્ક-ટૅન્ક કરતાં ઘણી સારી ક્રિકેટબુદ્ધિ છે.

IPLમાં ઘરઆંગણે સૌથી વધુ સતત હાર

દિલ્હી કૅપિટલ્સ ૨૦૧૩થી ૨૦૧૫માં ૯ હાર

ડેક્કન ચાર્જર્સ ૨૦૦૮થી ૨૦૧૧માં ૮ હાર

ડેક્કન ચાર્જર્સ ૨૦૧૧થી ૨૦૧૨માં ૭ હાર

પુણે વૉરિયર્સ ઇન્ડિયા ૨૦૧૨થી ૨૦૧૩માં ૭ હાર

લખનઉ સુપર જાયન્ટ્સ ૨૦૨૫થી ૨૦૨૬માં ૭ હાર



હેડ કોચ જસ્ટિન લૅન્ગર પોતાના વાળ સીઝન પૂરી થાય એ પહેલાં જ ગુમાવી દેશે. મેં આનાથી ખરાબ ટીમ, બૅટિંગ લાઇનઅપ અથવા કૅપ્ટન ક્યારેય જોયાં નથી.` બુધવારે રાજસ્થાને આપેલા ૧૬૦ રનના ટાર્ગેટ સામે લખનઉની ટીમ ૧૮ ઓવરમાં ૧૧૯  રને ઢેર થઈ હતી. ૭ મૅચમાંથી માત્ર બે જીતને કારણે ૨૭ કરોડ રૂપિયાના મોંઘા પ્લેયર રિષભ પંતની આ ટીમ તળિયાની ટીમ છે. દિલ્હી સામે પહેલી મૅચમાં પરાજય બાદ આ ટીમે હૈદરાબાદ અને કલકત્તા સામે જીત નોંધાવી હતી. જોકે ત્યાર બાદ સતત ચાર મૅચમાં આ ટીમને હાર મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 03:03 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK