ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લા બૉલમાં ફોર ફટકારીને સંજુએ સદી પૂરી કરી, ચેન્નઈ માટે માત્ર ૭ ઇનિંગ્સમાં બીજી સદી કરી દેખાડી
સંજુનું પ્રદર્શન: રન-૧૦૧, બૉલ-૫૪, ફોર-૧૦, સિક્સ-૬, સ્ટ્રાઇક-રેટ-૧૮૭.૦૪
પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં કટ્ટર હરીફ મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નઈ કિંગ્સનો ઓપનર સંજુ સૅમસન અંત સુધી ટકી રહ્યો હતો. તે ૫૪ બૉલમાં ૧૦ ફોર અને ૬ સિક્સના આધારે ૧૦૧ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. ૮.૧ ઓવરમાં ૯૧ રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવ્યા છતાં ચેન્નઈએ સંજુની સદીની મદદથી ૬ વિકેટ ગુમાવીને ૨૦૭ રન કર્યા હતા.
IPLમાં મુંબઈ સામેની ઑલમોસ્ટ ૪૦ ટક્કરમાં તે ચેન્નઈનો પહેલો શતકવીર બન્યો છે. આ ટુર્નામેન્ટમાં ચેન્નઈ તરફથી મુંબઈ સામે પહેલી સદી ફટકારનાર સંજુ પહેલો સેન્ચુરિયન બન્યો છે. ચેન્નઈ માટે હાઇએસ્ટ બે IPL સદી ફટકારવાના મામલે તેણે શેન વૉટ્સન, મુરલી વિજય અને ઋતુરાજ ગાયકવાડની બરોબરી કરી છે. જોકે આ બધા કરતાં ઝડપી તેણે માત્ર ૭ ઇનિંગ્સમાં બે સદી ફટકારી છે. ચેન્નઈ માટે અગાઉ શેન વૉટ્સને ૨૦૧૮ની એક જ સીઝનમાં બે સદી ફટકારી હતી.
ADVERTISEMENT
મુંબઈને ૧૦૩ રનથી કચડી નાખ્યું ચેન્નઈએ
ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં ચેન્નઈએ આપેલા ૨૦૮ રનના ટાર્ગેટ સામે મુંબઈ ૧૯ ઓવરમાં ૧૦૪ રનમાં ધ્વસ્ત થઈ ગયું હતું. ચેન્નઈએ સંજુ સૅમસનની સુપર ઇનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૦૭ રન કર્યા હતા. ચેન્નઈ વતી બીજું કોઈ ૨૫ રનનો સ્કોર આંબી નહોતું શક્યું. મુંબઈને ચેન્નઈનો લેફ્ટ-આર્મ સ્પિનર અકીલ હોસેન ભારે પડ્યો હતો. તેણે ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
