૧૮ માર્ચથી શરૂ થયેલી આ ઝુંબેશમાં ૨૩ એપ્રિલ સુધીમાં ૧૭,૧૯૩થી વધુ નાગરિકો અને સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ અભિયાનમાં ૫૦,૦૦૦ રૂપિયાથી લઈને પચીસ લાખ રૂપિયા સુધીનાં ઇનામો આપવામાં આવશે
મુંબઈ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી BMC દ્વારા શરૂ કરવામાં આવેલી ‘મુંબઈ ક્લીન લીગ ૨૦૨૬’ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૧૮ માર્ચથી શરૂ થયેલી આ ઝુંબેશમાં ૨૩ એપ્રિલ સુધીમાં ૧૭,૧૯૩થી વધુ નાગરિકો અને સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
અક્ષયકુમારના હસ્તે લૉન્ચ કરવામાં આવેલી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં ૧૫,૩૫૮ નાગરિકો અને ૧૮૩૫ વિવિધ સંસ્થાઓએ એન્ટ્રી નોંધાવી છે. એમાં ૩૯૪ રેસ્ટોરાં, ૪૯૩ હાઉસિંગ સોસાયટીઓ, ૩૯૨ સ્કૂલો અને ૧૭૬ હૉસ્પિટલોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ અભિયાનમાં ૫૦,૦૦૦ રૂપિયાથી લઈને પચીસ લાખ રૂપિયા સુધીનાં ઇનામો આપવામાં આવશે. સૌથી સ્વચ્છ વૉર્ડને પચીસ લાખ રૂપિયાનું સૌથી મોટું ઇનામ આપવાની જાહેરાત કરવામાં
આવી છે.
