Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યુ આર અ મૅજિશ્યન ઍન્ડ વી લવ યુ લાઇક અવર ઓન ફૅમિલી

યુ આર અ મૅજિશ્યન ઍન્ડ વી લવ યુ લાઇક અવર ઓન ફૅમિલી

Published : 05 May, 2026 02:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ૨૦૦ વિકેટ લેનાર સુનીલ નારાયણ માટે શાહરુખ ખાને લખ્યું...

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


કૅરિબિયન મિસ્ટ્રી સ્પિનર સુનીલ નારાયણ હાલમાં IPLમાં ૨૦૦ વિકેટ લેનાર પહેલો વિદેશી બોલર બન્યો છે. એક જ IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે આટલી વિકેટ લેનાર પણ તે પહેલો બોલર બન્યો હોવાથી ટીમના માલિક અને ઍક્ટર શાહરુખ ખાને સ્પેશ્યલ પોસ્ટ લખી હતી.

સુનીલ નારાયણ સાથેનો જૂનો ફોટો શૅર કરીને શાહરુખ ખાને લખ્યું કે ‘સુનીલ મારા મિત્ર... ૧૫ સીઝન પૂર્ણ થઈ ગઈ...૨૦૦થી વધુ વિકેટ...૩ ટાઇટલ અને વિશ્વભરમાં ઘણું બધું કલકત્તા ફ્રૅન્ચાઇઝી સાથે. તું એક જાદુગર છે અને અમે તને અમારા પોતાના પરિવારની જેમ પ્રેમ કરીએ છીએ. સ્વસ્થ રહો અને હસતા રહો.’



219


સૌથી વધુ આટલી T20 વિકેટ એક ટીમ માટે લેનાર બોલર બન્યો સુનીલ નારાયણ. અગાઉ ફાસ્ટ બોલર ક્રિસ વુડે હૅમ્પશાયર ટીમ માટે ૨૧૮ વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK