Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કલકત્તાએ ઑલરાઉન્ડર કૅમરન ગ્રીનને બદલે પ્લેઇંગ ઇલેવનમાં સ્પેશ્યલિસ્ટ બૅટરને રમાડવો જોઈએ : ગાવસકર

કલકત્તાએ ઑલરાઉન્ડર કૅમરન ગ્રીનને બદલે પ્લેઇંગ ઇલેવનમાં સ્પેશ્યલિસ્ટ બૅટરને રમાડવો જોઈએ : ગાવસકર

Published : 05 April, 2026 09:00 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પીઠની સમસ્યાને કારણે કૅમરન ગ્રીનને ટુર્નામેન્ટની શરૂઆતમાં પેસ બોલિંગ કરવાની મંજૂરી ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તરફથી મળી નથી.

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકર


કૉમેન્ટેટર સુનીલ ગાવસકરે IPLની ૧૯મી સીઝનના ઑક્શનના સૌથી મોંઘા ખેલાડી કૅમરન ગ્રીન વિશે મોટું નિવેદન આપ્યું છે. પીઠની સમસ્યાને કારણે કૅમરન ગ્રીનને ટુર્નામેન્ટની શરૂઆતમાં પેસ બોલિંગ કરવાની મંજૂરી ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તરફથી મળી નથી. કોલકાતા નાઇટ રાઇડર્સનો ૨૫.૨૦ કરોડ રૂપિયાનો આ ખેલાડી બે મૅચમાં ૧૬૬.૬૬ના સ્ટ્રાઇક-રેટથી ૨૦ રન જ કરી શક્યો છે. સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘જો કૅમરન ગ્રીન બોલિંગ ન કરે તો કલકત્તાએ પોતાના ટીમના સંયોજન પર પુનર્વિચાર કરવાની જરૂર છે. જો તે બૉલની સાથે બૅટથી પણ યોગદાન ન આપી રહ્યો હોય તો પ્લેઇંગ ઇલેવનમાં બીજા નિષ્ણાત બૅટ્સમૅનને લાવવાનું વિચારવું પડી શકે છે. તેનું તાજેતરનું ફૉર્મ ખાસ પ્રભાવશાળી રહ્યું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 09:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK