Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાજસ્થાનના ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીનો ચેન્નઈને પડકાર, આ વર્ષે પણ બન્ને મૅચમાં હાર માટે તૈયાર રહેજો

રાજસ્થાનના ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીનો ચેન્નઈને પડકાર, આ વર્ષે પણ બન્ને મૅચમાં હાર માટે તૈયાર રહેજો

Published : 26 March, 2026 02:53 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઉપરાંત રાજસ્થાનના ૧૪ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ગઈ સીઝનની જેમ આ સીઝનમાં પણ બન્ને લીગ મૅચમાં હરાવવાની ચૅલેન્જ આપી હોવાથી ચાહકો માટે આ મૅચને લઈને ઉત્સુકતા વધી ગઈ છે.

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી


IPLની ૧૯મી સીઝન શનિવારથી શરૂ થઈ રહી છે અને ૧૫,૩૦૦ કરોડ રૂપિયામાં વેચાયાના ન્યુઝને લીધે ચર્ચામાં આવી ગયેલી રાજસ્થાન રૉયલ્સ એની પ્રથમ મૅચ સોમવારે તેમના સેકન્ડ હોમ ગુવાહાટીમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે. આ મૅચની બન્ને ટીમના ચાહકો ઉપરાંત ક્રિકેટપ્રેમીઓ ભારે ઉત્સુકતાથી રાહ જાઈ રહ્યા છે. તેમની ઉત્સુકતાનું કારણ સંજુ સૅમસન અને રવીન્દ્ર જાડેજાની ટ્રેડ-ડીલ બાદ બન્ને ટીમ વચ્ચેનો આ પહેલો મુકાબલો છે. આ ઉપરાંત રાજસ્થાનના ૧૪ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ગઈ સીઝનની જેમ આ સીઝનમાં પણ બન્ને લીગ મૅચમાં હરાવવાની ચૅલેન્જ આપી હોવાથી ચાહકો માટે આ મૅચને લઈને ઉત્સુકતા વધી ગઈ છે. 

રાજસ્થાને ગઈ સીઝનમાં પહેલી મૅચમાં ૬ રનથી અને બીજી મૅચમાં ૬ વિકેટથી ચેન્નઈને હરાવ્યું હતું. વૈભવ સૂર્યવંશીને ડેબ્યુ સીઝનમાં ચેન્નઈ સામેની પહેલી મૅચમાં રમવા નહોતું મળ્યું, પણ બીજી મૅચમાં તેણે ૩૩ બૉલમાં ૪ સિક્સર અને એટલી જ ફોર સાથે ૫૭ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને ટીમની જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. ગઈ સીઝનનો આ ચેન્નઈ સામેનો ૨-૦નો સ્કોર હવે સૂર્યવંશી ૪-૦ કરવા તત્પર છે અને એ માટે ચેન્નઈને ચૅલેન્જ પણ આપી દીધી છે.



તાજેતરમાં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા દિલ્હીમાં યોજાયેલા નમન અવૉર્ડ્સ દરમ્યાન ચેન્નઈના યુવા બૅટર અને અન્ડર-19 વર્લ્ડ કપના કૅપ્ટન આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશીનો ભેટો થયો હતો. એ દરમ્યાન વૈભવે આયુષને તે રાજસ્થાનમાં સામેલ થયા બાદના ચેન્નઈ સામેના ૨-૦ના રેકૉર્ડને હવે ૪-૦ કરી દેશે એવી ચૅલેન્જ આપી હતી. આનો મતલબ રાજસ્થાન આ વખતે પણ ચેન્નઈને બન્ને લીગ મૅચમાં હરાવી દેશે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 02:53 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK