Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2027ના ઑક્શન માટે ભારત સહિત ૧૮ દેશોના ૧૨૨૦ ક્રિકેટર્સે નામ નોંધાવ્યું

IPL 2027ના ઑક્શન માટે ભારત સહિત ૧૮ દેશોના ૧૨૨૦ ક્રિકેટર્સે નામ નોંધાવ્યું

Published : 26 November, 2026 04:20 PM | Modified : 26 November, 2026 04:27 PM | IST | New Dehli
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈશાંત શર્મા સહિત ૭ ભારતીય ઇન્ટરનૅશનલ પ્લેયર્સ અનકૅપ્ડ પ્લેયર તરીકે સામેલ થયા, બંગલાદેશનો મુસ્તફિઝુર રહમાન સામેલ ન થયો

ઈશાંત શર્મા અને આર્યવીર સેહવાગ

ઈશાંત શર્મા અને આર્યવીર સેહવાગ


ગોવામાં ૧૬ ડિસેમ્બરે યોજાનારા IPL 2027ના મિની-ઑક્શન માટે ભારત સહિત ૧૮ દેશોના ૧૨૨૦ ક્રિકેટર્સે નામ નોંધાવ્યું છે. હવે ૧૦ ટીમો આ લિસ્ટમાંથી પોતાની પસંદગીના પ્લેયર્સનાં નામ આપશે જે ઑક્શનના અંતિમ લિસ્ટમાં સામેલ થશે. ૪ ડિસેમ્બરે આ ફાઇનલ ઑક્શન લિસ્ટ તૈયાર થશે. ૧૦ ટીમોએ ૧૮૪ પ્લેયર્સને રીટેન કર્યા છે. હવે પચીસ વિદેશી પ્લેયર્સ સહિત ૬૬ પ્લેયર્સના સ્લૉટ માટે મિની-ઑક્શન યોજાશે.૯૩૯ ભારતીય પ્લેયર્સ અને અન્ય ૧૭ દેશોના ૨૮૧ વિદેશી પ્લેયર્સ આ ૧૨૨૦ ક્રિકેટર્સના લિસ્ટમાં સામેલ છે. ઇન્ટરનૅશનલ સ્તરે રમનાર ૧૮૪ કૅપ્ડ પ્લેયર્સ અને ઇન્ટરનૅશનલ ડેબ્યુ બાકી હોય એવા ૯૯૪ અનકૅપ્ડ પ્લેયર્સ નામ રજિસ્ટર કરાવી ચૂક્યા છે. અનકેપ્ડ પ્લેયર્સમાં ૯૨૫ ભારતીયો છે એમાંથી ૧૨૭ પ્લેયર્સ અગાઉની IPL સીઝનમાં રમી ચૂક્યા છે. ૩૦ જેટલા પ્લેયર્સ બે કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસ, ૭ પ્લેયર્સ ૧.૫ કરોડની બેઝ-પ્રાઇસ, ૧૧૮૪ જેટલા પ્લેયર્સ ૧.૨૫ કરોડથી ૩૦ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે ઑક્શનમાં ઊતરવાની તૈયારી કરી રહ્યા છે.

કયા દેશના કેટલા પ્લેયર્સ ઑક્શનમાં સામેલ છે?



ભારત : ૯૩૯, આૅસ્ટ્રેલિયા : ૫૩, સાઉથ આફ્રિકા : ૪૦, વેસ્ટ ઇન્ડીઝ :૩૬, ન્યુ ઝીલૅન્ડ: ૨૫, અફઘાનિસ્તાન : ૨૩, શ્રીલંકા : ૨૧, ઇંગ્લૅન્ડ : ૧૬, અમેરિકા : ૧૩, બંગલાદેશ : ૧૨, UAE : ૧૦, નેપાલ : ૧૦, આયરલૅન્ડ : ૭, ઝિમ્બાબ્વે : ૬, નેધરલૅન્ડ્સ : ૩, કૅનેડા :૨, જપાન : ૨, સ્કૉટલૅન્ડ : ૨


આૅક્શન લિસ્ટની ખાસ વાતો

ઑક્શન લિસ્ટમાં બેન સ્ટોક્સ, ડેવિડ વૉર્નર, ઍન્રિક નૉર્ખિયા, શિમરન હેટમાયર, મથીશા પથિરાના, વાનિન્દુ હસરંગા, શાઇ હોપ જેવા વિદેશી સ્ટાર સામેલ છે.


ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટૉક્સ હાલમાં જ ઇન્ટરનૅશનલ ક્રિકેટથી રિટાયર થયો છે. તેણે ૨૦૧૭થી ૨૦૨૩ વચ્ચે ૩ ટીમો માટે IPLમાં ભાગ લીધો હતો.

૧૨ બંગલાદેશી પ્લેયર્સે નામ નોંધાવ્યું છે પરંતુ આ લિસ્ટમાં ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન અને શાકિબ અલ હસન સામેલ નથી.

ગયા વર્ષે બન્ને દેશોના તનાવને કારણે કલકત્તાની ટીમે મુસ્તફિઝુર રહમાનને રિલીઝ કર્યો હતો. શાકિબ અલ હસન કાયદાકીય અને રાજકીય વિવાદને કારણે ઇન્ટરનૅશનલ ક્રિકેટથી દૂર છે.

વીરેન્દર સેહવાગના મોટા દીકરા આર્યવીર સેહવાગે ૩૦ લાખની કિંમત સાથે લિસ્ટમાં એન્ટ્રી કરી છે. રાહુલ દ્રવિડના દીકરાઓ આ ઑક્શન લિસ્ટનો ભાગ બન્યા નથી.

૧૪ કૅપ્ડ ભારતીય પ્લેયર્સમાંથી માત્ર આવેશ ખાન અને દીપક ચાહરે પોતાની બેઝ-પ્રાઇસ બે કરોડ રૂપિયા રાખી છે. આકાશ દીપ, જયદેવ ઉનડક્ટ, તુષાર દેશપાંડે, ઉમેશ યાદવ એક કરોડની કિંમત સાથે સામેલ થયા છે.

પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષથી ઇન્ટરનૅશનલ ક્રિકેટથી દૂર રહેલા ૭ જેટલા ભારતીય પ્લેયર્સ આ લિસ્ટમાં અનકૅપ્ડ પ્લેયર તરીકે સામેલ થયા છે. આ લિસ્ટમાં નીતીશ રાણા, નવદીપ સૈની, ચેતન સાકરિયા, મનદીપ સિંહ, મયંક માર્કંડે, સંદીપ વૉરિયર પણ સામેલ છે.

અફઘાનિસ્તાનની બાપ-દીકરાની જોડી પણ આ લિસ્ટમાં સામેલ છે. મોહમ્મદ નબી એક કરોડ રૂપિયા અને તેનો દીકરો હસન ઇસાખિલ ૭૫ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે આ લિસ્ટમાં સામેલ થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 04:27 PM IST | New Dehli | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK