Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2027 માટે પહેલી સૌથી મોટી ટ્રેડ-ડીલ કન્ફર્મ : રિષભ પંતની ઘરવાપસી, કુલદીપ યાદવ લખનઉમાં

IPL 2027 માટે પહેલી સૌથી મોટી ટ્રેડ-ડીલ કન્ફર્મ : રિષભ પંતની ઘરવાપસી, કુલદીપ યાદવ લખનઉમાં

Published : 24 June, 2026 11:56 AM | Modified : 24 June, 2026 11:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી કૅપિટલ્સમાં સામેલ થવા માટે રિષભ પંતે સૅલેરી ૨૭ કરોડથી ઘટાડીને ૧૫ કરોડ રૂપિયા કરી દીધી, કુલદીપ યાદવ ૧૩.૫ કરોડ રૂપિયામાં જ લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમશે

કુલદીપ યાદવ, રિષભ પંત

કુલદીપ યાદવ, રિષભ પંત


લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સની અનુમાનિત ડીલ ગઈ કાલે IPL 2027 માટે પહેલી સૌથી મોટી ટ્રેડ-ડીલ તરીકે કન્ફર્મ થઈ હતી. લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન તરીકે બે સીઝન રમનાર રિષભ પંત ફરી પાછો દિલ્હી કૅપિટલ્સમાં સામેલ થયો છે. ઉત્તર પ્રદેશનો સ્પિનર કુલદીપ યાદવ હવે લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમશે.

રિષભ પંતે પોતાની પહેલી અને જૂની ટીમમાં સામેલ થવા માટે સૅલેરી ૨૭ કરોડથી ઘટાડીને ૧૫ કરોડ રૂપિયા કરી દીધી છે. લખનઉના કૅપ્ટન તરીકે છેલ્લી બે સીઝનમાં તેણે ૨૬૯ રન અને ૩૧૨ રન કર્યા હતા. ટીમ પૉઇન્ટ્સ ટેબલમાં સાતમા અને દસમા સ્થાને રહી હતી. ૨૦૧૬થી ૨૦૨૪ વચ્ચે દિલ્હી કૅપિટલ્સ માટે ૮ સીઝન રમનાર રિષભ પંતે આ ટીમ માટે સૌથી વધુ ૧૧૧ મૅચમાં સૌથી વધુ ૩૨૮૪ રન કર્યા હતા. તે ટીમનો કૅપ્ટન પણ રહી ચૂક્યો છે.



૨૦૧૬થી ૨૦૨૧ વચ્ચે પાંચ સીઝન કોલકાતા નાઇટ રાઇડર્સ અને ૨૦૨૨થી પાંચ સીઝન દિલ્હી કૅપિટલ્સ માટે રમનાર સ્પિનર કુલદીપ યાદવ હવે ત્રીજી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમશે. તે પોતાની ૧૩.૨૫ કરોડ રૂપિયાની વર્તમાન સૅલેરી સાથે જ નવી ટીમમાં ગયો છે. તેણે દિલ્હી માટે ૬૫ મૅચમાં ૭૨ વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK