Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLએ ક્રિકેટ-કૅલેન્ડરને પ્રભાવિત કરવાનો અધિકાર મેળવી લીધો છે: જુહી ચાવલા

IPLએ ક્રિકેટ-કૅલેન્ડરને પ્રભાવિત કરવાનો અધિકાર મેળવી લીધો છે: જુહી ચાવલા

Published : 12 November, 2026 08:32 AM | Modified : 12 November, 2026 10:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૃથ્વી પરની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ શા માટે સખત ગરમીમાં રમવાનું ચાલુ રાખો? અને જો કૅલેન્ડર પર પુનર્વિચાર કરવામાં આવી રહ્યો હોય તો એપ્રિલ-મે મહિનાને બદલે જાન્યુઆરીમાં ટુર્નામેન્ટની નવી સીઝનને કેમ શરૂ ન કરી શકાય? એક સારી સ્થિતિ. વધુ ક્રિકેટ.

જુહી ચાવલા અને હર્ષ ગોયનકા

જુહી ચાવલા અને હર્ષ ગોયનકા


નાઇટ રાઇડર્સ ફ્રૅન્ચાઇઝીની માલકિન જુહી ચાવલાએ IPLને ઉનાળાના શરૂઆતના મહિનાઓને બદલે શિયાળાના સમયમાં શિફ્ટ કરવાની અપીલ કરી છે. જુહી ચાવલાએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘IPLને હવે ક્રિકેટ-કૅલેન્ડરમાં પોતાનો એક સમય નક્કી કરી રાખવાની જરૂર નથી. આ ટુર્નામેન્ટે હવે ક્રિકેટ-કૅલેન્ડરને પ્રભાવિત કરવાનો અધિકાર મેળવી લીધો છે. પૃથ્વી પરની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ શા માટે સખત ગરમીમાં રમવાનું ચાલુ રાખો? અને જો કૅલેન્ડર પર પુનર્વિચાર કરવામાં આવી રહ્યો હોય તો એપ્રિલ-મે મહિનાને બદલે જાન્યુઆરીમાં ટુર્નામેન્ટની નવી સીઝનને કેમ શરૂ ન કરી શકાય? એક સારી સ્થિતિ. વધુ ક્રિકેટ. એકંદરે બધા માટે સારો અનુભવ. IPLનો વિકાસ થયો છે. કદાચ એનું કૅલેન્ડર પણ હવે વિકસિત થવું જોઈએ.’

લલિત મોદી, જુહી ચાવલા પછી હર્ષ ગોયનકાએ પણ IPLને વિન્ટરમાં શિફ્ટ કરવા સમર્થન આપ્યું



ક્રિકેટના ચાહક અને બિઝનેસમૅન હર્ષ ગોયનકાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું કે ‘જુહી ચાવલા અને લલિત મોદી IPLને શિયાળાની ઋતુના સમયમાં શિફ્ટ કરવા વિશે સાચાં છે. એની પાછળનાં ત્રણ કારણ વધુ સારી રમત, ચાહકોનો બહેતર અનુભવ અને ઓછી દખલગીરી છે. ૪૦ ડિગ્રી સેલ્સિયસની ગરમીની સરખામણીમાં પ્લેયર્સ ખુશનુમા હવામાનમાં સારું પ્રદર્શન કરશે. ઉનાળાની ગરમીનો સામનો કર્યા વિના ચાહકો હાઉસફુલ સ્ટેડિયમમાં ફૅમિલી સાથે ક્રિકેટનો આનંદ માણી શકે છે. ઓછી ગરમી અને સંભવિત રીતે ઓછા પ્રી-મૉન્સૂન હવામાન વિક્ષેપો રહેશે. હવે વિન્ટર IPLનો સમય આવી ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK