ભારત તરફથી ઓપનર યશસ્વી જાયસવાલ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું છે. સાથે જ બુમરાહને આ ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.
જસપ્રીત બુમરાહ
ગઈ કાલે ૨૦૨૪ના છેલ્લા દિવસે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ પોતાની વેબસાઇટ પર ટેસ્ટ ટીમ ઑફ ધ યરની જાહેરાત કરી હતી. ભારત તરફથી ઓપનર યશસ્વી જાયસવાલ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું છે. સાથે જ બુમરાહને આ ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. બુમરાહે આ વર્ષે ૧૩ ટેસ્ટ-મૅચમાં ૭૧ વિકેટ ઝડપી છે અને યશસ્વીએ એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ ૩૬ ટેસ્ટ-સિક્સર ફટકારવાની સિદ્ધિ મેળવી છે.
ઑસ્ટ્રેલિયા તરફથી આ ટીમમાં વિકેટકીપર ઍલેક્સ કૅરી અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ, ઇંગ્લૅન્ડ તરફથી બેન ડકેટ, જો રૂટ અને હૅરિ બ્રુક, ન્યુ ઝીલૅન્ડ તરફથી રાચિન રવીન્દ્ર અને મૅટ હેન્રી, જ્યારે શ્રીલંકાના કામિન્ડુ મેન્ડિસ અને સાઉથ આફ્રિકા કેશવ મહારાજને પણ આ ટીમમાં સાલેમ થવાનું સન્માન મળ્યું છે. આ ક્રિકેટર્સે ૨૦૨૪માં આ ફૉર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.