Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જય શાહ ICCના ચૅરમૅનપદે ફરી બિનહરીફ ચૂંટાયા

જય શાહ ICCના ચૅરમૅનપદે ફરી બિનહરીફ ચૂંટાયા

Published : 17 November, 2026 08:04 AM | Modified : 17 November, 2026 08:25 AM | IST | Indonesia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જય શાહે કહ્યું કે ‘ICC પ્રમુખ તરીકે સેવા આપવી એ સન્માન અને જવાબદારી બન્ને છે. હું વિશ્વભરમાં ક્રિકેટને આગળ વધારવા માટે અમારા સભ્યો સાથે નજીકથી કામ કરવા માટે પ્રતિબદ્ધ છું.

જય શાહ

જય શાહ


ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન તરીકે ૩૮ વર્ષના જય શાહ ફરી બિનહરીફ ચૂંટાયા છે. ઇન્ડોનેશિયાના બાલીમાં મળેલી બોર્ડ મીટિંગમાં ICCના સભ્યોએ આ નિર્ણય લીધો. સભ્યોએ તેમના નામાંકનને પ્રસ્તાવિત કર્યો અને મંજૂરી આપી. તેમનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ લંબાવ્યો છે.

ઑગસ્ટ ૨૦૨૪માં ૩૫ વર્ષની ઉંમરે જય શાહ ICCના યંગેસ્ટ ચૅરમૅન બન્યા હતા. ડિસેમ્બર ૨૦૨૪માં ૩૬ વર્ષની ઉંમરે તેમણે કાર્યકાળ શરૂ કર્યો હતો. તેમનો પહેલો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૨૭ સુધી ચાલશે, જ્યારે બીજો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૩૦માં સમાપ્ત થશે. ICCના બંધારણ મુજબ વ્યક્તિ ICCના પ્રમુખ તરીકે મહત્તમ બે કાર્યકાળ (દરેક ત્રણ વર્ષ) સુધી સેવા આપી શકે છે.



જય શાહે કહ્યું કે ‘ICC પ્રમુખ તરીકે સેવા આપવી એ સન્માન અને જવાબદારી બન્ને છે. હું વિશ્વભરમાં ક્રિકેટને આગળ વધારવા માટે અમારા સભ્યો સાથે નજીકથી કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. મેં હંમેશાં માન્યું છે કે ક્રિકેટની સૌથી મોટી તાકાત લોકોને એકસાથે લાવવાની એની ક્ષમતા છે. બોર્ડ અને અમારા સભ્યોના સમર્થનથી અમે અમારાં લક્ષ્યોને સાકાર કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીશું. અમે ખાતરી કરીશું કે અમારી પ્રગતિ આવનારી પેઢીઓ માટે કાયમી વારસો છોડી જાય.’


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 08:25 AM IST | Indonesia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK