Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લંડનમાં પણ નથી મળી રહી વિરાટ કોહલીને પ્રાઇવસી

લંડનમાં પણ નથી મળી રહી વિરાટ કોહલીને પ્રાઇવસી

Published : 12 July, 2026 02:42 PM | Modified : 12 July, 2026 02:42 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPLમાં આ બન્ને ખેલાડીઓ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો ભાગ છે. બન્નેની મુલાકાતના ફોટો કોઈકે પૂછ્યા વગર પાડ્યા અને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધા હતા

બન્નેની મુલાકાતના ફોટો કોઈકે પૂછ્યા વગર પાડ્યા અને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધા હતા..

બન્નેની મુલાકાતના ફોટો કોઈકે પૂછ્યા વગર પાડ્યા અને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધા હતા..


ઇંગ્લૅન્ડના પચીસ વર્ષના વિકેટકીપર-બૅટર જૉર્ડન કૉક્સે વિરાટ કોહલી સાથેની હાલની લંડનની મુલાકાત વિશે મોટો ખુલાસો કર્યો છે. IPLમાં આ બન્ને ખેલાડીઓ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો ભાગ છે. બન્નેની મુલાકાતના ફોટો કોઈકે પૂછ્યા વગર પાડ્યા અને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધા હતા.

જૉર્ડન કૉક્સે કહ્યું હતું, ‘વિરાટ માટે એ વાત દુઃખદાયક છે કે લોકો તેને જણાવ્યા વગર પીછો કરે છે. લંડનની મુલાકાત દરમ્યાન લોકો અમારી પાસેથી પસાર થયા. કોઈએ અમને રોક્યા નહોતા, પરંતુ બે કલાક પછી જે ફોટો વાઇરલ થયા એ જોઈને અમે બન્ને દંગ હતા. અફસોસની વાત એ છે કે કેટલાક લોકો વિરાટ કોહલીના ફોટો, સ્ટોરીઓ પરથી પોતે કમાણી કરવા માગે છે. વિરાટ માત્ર લાઇમલાઇટથી દૂર રહેવા, મજા કરવા અને સામાન્ય જીવન જીવવા માગે છે. કમનસીબે તેને અહીં પણ પ્રાઇવસી નથી મળી રહી.’



ઘોંઘાટથી દૂર શાંત જીવન માટે વિરાટ કોહલી પોતાની પત્ની અને બાળકો સાથે લંડન શિફ્ટ થયો છે. 


રોહિત-વિરાટે શરૂ કરી વન-ડે સિરીઝ માટે તૈયારી

ભારતીય ટીમ આગામી ૧૪થી ૧૯ જુલાઈ વચ્ચે ત્રણ વન-ડેની સિરીઝ યજમાન ઇંગ્લૅન્ડ સામે રમશે. આ સિરીઝ માટે વિરાટ કોહલી અને રોહિત શર્માએ બર્મિંગમમાં પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. બન્ને સ્ટાર ખેલાડીઓ મૅનેજમેન્ટના અને કોચિંગ સ્ટાફના કેટલાક સભ્યો સાથે પ્રૅક્ટિસ-ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 02:42 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK