હાલમાં જ કાયરન પોલાર્ડ ૧૪,૮૦૩ રન કરીને પહેલા ક્રમે પહોંચ્યો હતો, પાકિસ્તાનનો બાબર આઝમ ૧૪૫ મૅચમાં ૪૫૯૬ રન કરીને પહેલા ક્રમે અને ભારતનો રોહિત શર્મા ૧૫૯ મૅચમાં ૪૨૩૧ રન સાથે બીજા ક્રમે છે.
ભારત સામેની વન-ડે સિરીઝ દરમ્યાન રોહિત શર્માના ઑટોગ્રાફવાળી જર્સી મેળવીને એનો ફોટો શૅર કર્યો હતો જૉસ બટલરે.
ઇંગ્લૅન્ડનો વિકેટકીપર-બૅટર જૉસ બટલર હવે T20 ક્રિકેટનો નંબર ટૂ બૅટર બની ગયો છે. તેણે હાલમાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ તરફથી લંડન સ્પિરિટ સામે રમીને ૧૧ બૉલમાં ૧૬ રન બનાવ્યા હતા. આ સ્કોરના આધારે તે ૫૧૭ T20 મૅચમાં ૪૮૭ ઇનિંગ્સ રમીને ૧૪,૫૭૨ રન સાથે હાઇએસ્ટ રન-સ્કોરરના લિસ્ટમાં બીજા ક્રમે પહોંચ્યો છે.
૨૦૨૨ સુધી કૅરિબિયન બૅટર ક્રિસ ગેઇલે ૪૬૩ મૅચમાં ૪૫૫ ઇનિંગ્સ રમીને ૧૪,૫૬૨ રન કર્યા હતા. હાલમાં વેસ્ટ ઇન્ડીઝના બૅટર કાયરન પોલાર્ડે તેનું નંબર વનનું સ્થાન છીનવીને તેને બીજા ક્રમે સરકાવી દીધો હતો. કાયરન પોલાર્ડ હાલમાં ૭૪૬ મૅચની ૬૬૩ ઇનિંગ્સમાં ૧૪,૮૦૩ રન કરીને વિશ્વનો નંબર વન T20 બૅટર છે.
ADVERTISEMENT
T20 ઇન્ટરનૅશનલમાં જૉસ બટલર ૧૬૦ મૅચમાં ૪૨૧૨ રન સાથે હાઇએસ્ટ રન-સ્કોરરના લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. પાકિસ્તાનનો બાબર આઝમ ૧૪૫ મૅચમાં ૪૫૯૬ રન કરીને પહેલા ક્રમે અને ભારતનો રોહિત શર્મા ૧૫૯ મૅચમાં ૪૨૩૧ રન સાથે બીજા ક્રમે છે.
