મહેમાન ટીમે ૬ વિકેટે ૩૮૧ રન કર્યા, યજમાન પાસે હજી ૧૯૪ રનની લીડ બાકી
અનુભવી બૅટર કાવેમ હૉજ ૨૫૪ બૉલમાં ૧૪ ફોરની મદદથી ૧૦૯ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો.
ત્રીજી ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝ શાનદાર ફાઇટબૅક કરી રહ્યું છે. પહેલી ઇનિંગ્સ ૮ વિકેટે ૫૭૫ રનના સ્કોરે ડિક્લેર કરનાર કિવીઓ સામે વેસ્ટ ઇન્ડીઝે ગઈ કાલે ત્રીજા દિવસે ૧૧૩ ઓવરમાં ૬ વિકેટે ૩૮૧ રન કર્યા હતા. ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ ધરાવનાર ન્યુ ઝીલૅન્ડ પાસે હજી ૧૯૪ રનની લીડ બાકી છે. વેસ્ટ ઇન્ડીઝના વન-ડાઉન બૅટર કાવેમ હૉજે ૨૫૪ બૉલમાં ૧૦૯ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.


