Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કેવિન પીટરસન ઇંગ્લૅન્ડની વાઇટ-બૉલ ટીમો માટે સ્પેશ્યલિસ્ટ મેન્ટર નિયુક્ત થયો

કેવિન પીટરસન ઇંગ્લૅન્ડની વાઇટ-બૉલ ટીમો માટે સ્પેશ્યલિસ્ટ મેન્ટર નિયુક્ત થયો

Published : 08 September, 2026 08:28 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેવિન પીટરસનને ૨૦૨૭ વન-ડે વર્લ્ડ કપ સુધી ઇંગ્લૅન્ડની વાઇટ-બૉલ ટીમનો સ્પેશ્યલિસ્ટ મેન્ટર બનાવાયો છે. તે બૅટિંગ વિભાગમાં કોચિંગ સ્ટાફને મદદ કરશે.

 કેવિન પીટરસન

કેવિન પીટરસન


ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસનને ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધી ઇંગ્લૅન્ડની મેન્સ વાઇટ-બૉલ ટીમો માટે સ્પેશ્યલિસ્ટ મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. કેવિન પીટરસન હેડ કોચ બ્રેન્ડન મૅક્લમના કોચિંગ સેટ અપમાં મોટા ભાગે વન-ડે અને T20 ટીમના બૅટિંગ-વિભાગમાં ધ્યાન આપતો જોવા મળશે. 
કેવિન પીટરસનની પહેલી ટૂર ઑસ્ટ્રેલિયાની વાઇટ-બૉલ ટૂર હશે. ઇંગ્લૅન્ડનો આ ભૂતપૂર્વ ક્રિકેટર સાઉથ આફ્રિકાના પીટરમૅરિટ્સબર્ગમાં જન્મ્યો હતો. હવે પોતાના જ જન્મસ્થળ પર પોતાની ટીમ ઇંગ્લૅન્ડને ચૅમ્પિયન બનાવવાની તેને જવાબદારી મળી છે. 
૪૭ વર્ષનો કેવિન પીટરસન ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ઇંગ્લૅન્ડની જર્સીમાં રમ્યો એ પછી પહેલી વખત ઇંગ્લૅન્ડની ટીમ માટે કામ કરશે. તેણે ઇંગ્લૅન્ડ માટે ૧૦૪ ટેસ્ટ-મૅચમાં ૮૧૮૧ રન કરવાની સાથે ૧૦ વિકેટ લીધી છે. તેણે ૧૩૬ વન-ડે મૅચમાં ૪૪૪૦ રન અને ૩૭ T20 મૅચમાં ૧૧૭૬ રન કર્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 08:28 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK