અંગક્રિશ રઘુવંશીની સદીના આધારે પર્પલ ટીમે ૧૯.૨ ઓવરમાં ૨૦૩ રન કરીને ૬ વિકેટે જીત નોંધાવી હતી.
સદી ફટકાર્યા બાદ ઉજવણી કરતો અંગક્રિશ રઘુવંશી. ઝિમ્બાબ્વેના ખતરનાક પેસ બોલર મુઝરબાની બ્લેસિંગે ૩ ઓવરમાં ૩૦ રન આપીને ૧ વિકેટ લીધી હતી.
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના ઉપલબ્ધ પ્લેયર્સ વચ્ચે ઇન્ટ્રા-સ્ક્વૉડ પ્રૅક્ટિસ-મૅચ રમાઈ હતી. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા ૨૧ વર્ષના અંગક્રિશ રઘુવંશીએ સદી ફટકારીને સૌને પ્રભાવિત કર્યા હતા. પંચાવન બૉલમાં તેણે ૧૦૩ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. અજિંક્ય રહાણે પર્પલ નાઇટ્સ અને રિન્કુ સિંહ ગોલ્ડન નાઇટ્સનો કૅપ્ટન બન્યો હતો. રિન્કુ સિંહના ૪૦ રન અને ટિમ સાઇફર્ટના ૪૬ રનની મદદથી ગોલ્ડન ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૯૮ રન કર્યા હતા. અંગક્રિશ રઘુવંશીની સદીના આધારે પર્પલ ટીમે ૧૯ .૨ ઓવરમાં ૨૦૩ રન કરીને ૬ વિકેટે જીત નોંધાવી હતી.
