Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં સીઝનની શરૂઆતની બન્ને મૅચ ૧૪ વર્ષ બાદ હાર્યું કલકત્તા

IPLમાં સીઝનની શરૂઆતની બન્ને મૅચ ૧૪ વર્ષ બાદ હાર્યું કલકત્તા

Published : 04 April, 2026 05:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને ૬૫ રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ૮૨ રનની ઓપનિંગ ભાગીદારી અને હેન્રિક ક્લાસેનના બાવન રનના આધારે હૈદરાબાદે ૨૨૬/૮નો સ્કોર કર્યો હતો.

IPLમાં સીઝનની શરૂઆતની બન્ને મૅચ  ૧૪ વર્ષ બાદ હાર્યું કલકત્તા

IPLમાં સીઝનની શરૂઆતની બન્ને મૅચ ૧૪ વર્ષ બાદ હાર્યું કલકત્તા


ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને ૬૫ રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ૮૨ રનની ઓપનિંગ ભાગીદારી અને હેન્રિક ક્લાસેનના બાવન રનના આધારે હૈદરાબાદે ૨૨૬/૮નો સ્કોર કર્યો હતો. જવાબમાં કલકત્તાની ટીમ અંગક્રિશ રઘુવંશીના બાવન રન અને રિન્કુ સિંહના ૩૫ રનના આધારે ૧૬ ઓવરમાં ૧૬૧ રન કરીને ઑલઆઉટ થઈ હતી. 
સીઝનની પહેલી મૅચમાં કલકત્તાને વાનખેડે સ્ટેડિયમમાં ૨૨૦ રનનો સ્કોર કરવા છતાં ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં નિષ્ફળતાને કારણે ૬ વિકેટે હાર મળી હતી. હૈદરાબાદ સામેની ૬૫ રનની હાર સાથે કલકત્તાએ સીઝનની પહેલી બન્ને મૅચમાં હાર નોંધાવી હતી. કલકત્તાને છેલ્લે ૨૦૧૨માં સીઝનની બન્ને મૅચમાં હાર મળી હતી. જોકે એ સીઝનમાં ગૌતમ ગંભીરના નેતૃત્વમાં કલકત્તાએ પહેલી વખત IPL ટ્રોફી પણ જીતી હતી. 

હૈદરાબાદનું બોલિંગ-યુનિટ એટલું નબળું નથી: નીતીશ કુમાર રેડ્ડી



કલકત્તા સામેની મૅચમાં નીતીશ કુમાર રેડ્ડી ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે ૨૪ બૉલમાં ૪ ફોર અને એક સિક્સરની મદદથી ૩૯ રન કર્યા બાદ પેસ બોલર તરીકે બે ઓવરમાં ૧૭ રન આપીને બે વિકેટ પણ લીધી હતી. તેણે ઇન્જરીઓને કારણે છેલ્લી સીઝનમાં બોલિંગ કરી નહોતી.


હૈદરાબાદના બોલિંગ-યુનિટ વિશે થતી ચર્ચાઓ પર નીતીશ કુમાર રેડ્ડીએ કહ્યું હતું કે ‘તમે વિચારો છો એટલું નબળું બોલિંગ-યુનિટ નથી હૈદરાબાદનું. જયદેવ ઉનડકટ, ડેવિડ પેઇન અને ઈશાન મલિંગા જેવા અનુભવી ખેલાડીઓ ખરેખર સારું પ્રદર્શન કરી રહ્યા છે. અમારા બૅટિંગ-યુનિટની જેમ બોલિંગ-યુનિટ પણ બરાબર આક્રમક છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 05:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK