RCBએ હાલમાં ક્રાઉડ મૅનેજમેન્ટ માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં AI-સક્ષમ કૅમેરા લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આવા ૩૦૦થી ૩૫૦ કૅમેરા લગાવવા માટે ૪.૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની RCBએ તૈયારી બતાવી હતી.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન (KSCA)ને કર્ણાટક સરકાર તરફથી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને ઇન્ટરનૅશનલ મૅચોનું આયોજન કરવાની મંજૂરી મળી ગઈ છે. આ પરવાનગી સરકાર અને સંબંધિત અધિકારીઓ દ્વારા નિર્ધારિત ચોક્કસ શરતો અને નિયમોનું પાલન કરવાને આધીન છે.
ગયા વર્ષે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (RCB)ના IPL ચૅમ્પિયન બનવાની ઉજવણી દરમ્યાન થયેલી નાસભાગ અને જાનહાનિ બાદ સ્ટેડિયમમાં કોઈ મૅચ યોજાઈ નથી. ચિન્નાસ્વામી સ્ટેડિયમને પરવાનગી મળશે કે નહીં એની અસમંજસ વચ્ચે RCBએ નવી મુંબઈ, રાયપુર અને પુણેનાં સ્ટેડિયમોને વિકલ્પ તરીકે તૈયાર રાખ્યાં હતાં. જોકે હવે કર્ણાટક સરકાર તરફથી મળેલી પરવાનગી બાદ RCBની હોમ મૅચ બૅન્ગલોરમાં જ યોજાય એની શક્યતા વધી ગઈ છે.
RCBએ હાલમાં ક્રાઉડ મૅનેજમેન્ટ માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં AI-સક્ષમ કૅમેરા લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આવા ૩૦૦થી ૩૫૦ કૅમેરા લગાવવા માટે ૪.૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની RCBએ તૈયારી બતાવી હતી.