Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભાભીજી ઘર પર હૈં! ફિલ્મના શૂટિંગ દરમિયાન રવિ કિશન માંડ-માંડ બચ્ચો, ૫૦૦ કિલોનું ઝાડ…

ભાભીજી ઘર પર હૈં! ફિલ્મના શૂટિંગ દરમિયાન રવિ કિશન માંડ-માંડ બચ્ચો, ૫૦૦ કિલોનું ઝાડ…

Published : 19 January, 2026 02:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bhabiji Ghar Par Hain! – Fun on the Run: ‘ભાભીજી ઘર પર હૈં! - ફન ઓન ધ રન’ દરમિયાન સેટ પર આસિફ શેખ અને રવિ કિશન એક જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા; ૫૦૦ કિલો વજનનું ૧૨ ફૂટનું ઝાડ પડતા બધા સ્તબ્ધ થયા; રવિના ખભામાં ઈજા બાદ પણ શૂટિંગ ફરી બહુ ઝડપથી શરૂ થયું

ટ્રેલર લોન્ચમાં રવિ કિશન

ટ્રેલર લોન્ચમાં રવિ કિશન


‘ભાભીજી ઘર પર હૈં! - ફન ઓન ધ રન’ (Bhabiji Ghar Par Hain! – Fun on the Run) ફિલ્મના સેટ પર એક ગજબનો કિસ્સો બન્યો હતો. ફિલ્મની સ્ટાર કાસ્ટે ટ્રેલર લોન્ચ દરમિયાન મહત્વનો કિસ્સો શૅર કર્યો હતો. અભિનેતા આસિફ શેખ (Aasif Sheikh) અને રવિ કિશન (Ravi Kishan) ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલી એક જીવલેણ ઘટનાનો ખુલાસો કર્યો. શૂટિંગના પહેલા જ દિવસે, કલાકારો કોફી પી રહ્યા હતા ત્યારે લગભગ ૫૦૦ કિલો વજનનું ૧૨-૧૩ ફૂટનું એક મોટું ઝાડ આસિફ અને રવિ વચ્ચે પડી ગયું. રવિને ખભામાં નાની ઈજા થઈ હતી, પરંતુ બંને ઝડપથી સ્વસ્થ થઈ ગયા હોવાથી શૂટિંગ અવિરત ચાલુ રહ્યું હતું

ઝી સ્ટુડિયો (Zee Studios) અને એડિટ II (Edit II)એ ‘ભાભીજી ઘર પર હૈં! - ફન ઓન ધ રન’નું ટ્રેલર રજૂ કર્યું ત્યારે, હાસ્યથી ભરેલા આ કાર્યક્રમમાં ફિલ્મના કલાકારો તરફથી એક ચોંકાવનારો ખુલાસો પણ થયો. ટ્રેલર લોન્ચ દરમિયાન વાતચીત દરમિયાન, અભિનેતા આસિફ શેખ અને રવિ કિશનએ સેટ પરની એક આઘાતજનક ઘટનાને યાદ કરી જે ફિલ્મના શૂટિંગ દરમિયાન ખતરનાક બની શકી હોત.



આ અનુભવ શેર કરતા, આસિફ શેખે ખુલાસો કર્યો કે, (Aasif Sheikh, Ravi Kishan reveal near-fatal mishap on Bhabiji Ghar Par Hain! – Fun on the Run) આ ઘટના નવા શૂટિંગ લોકેશન પર પહેલા જ દિવસે બની હતી. તેણે કહ્યું કે, ‘નવા લોકેશન પર અમારો પહેલો દિવસ હતો. રવિ અને હું એકબીજાની બાજુમાં બેઠા હતા, કોફી પી રહ્યા હતા. અમારી વચ્ચે થોડું અંતર હતું ત્યારે અચાનક, લગભગ ૧૨-૧૩ ફૂટ લાંબુ એક ઝાડ અમારી વચ્ચે પડી ગયું. જો અમારામાંથી કોઈ ઝાડ પડવાની જગ્યાએ હોત, તો હમારી ચટણી બન જાત. અમે સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા.’


રવિ કિશને કિસ્સો યાદ કરતા કહ્યું કે, ‘તે ઝાડનું વજન લગભગ ૫૦૦ કિલો હતું. તે અમારી વચ્ચે જ પડ્યું અને એક જોરદાર અવાજ કર્યો. આ ઘટના દરમિયાન મારા ખભામાં વાગ્યું હતું.’

તે સમયે હાજર રહેલા નિર્માતા સંજય કોહલી (Sanjay Kohli)એ કહ્યું, ’૩૦ મિનિટ સુધી, અમે બધા અવાચક રહ્યા. રવિને ખભામાં ઈજા થઈ હતી અને તે સારવાર માટે ગયો હતો, પરંતુ અડધા કલાકમાં જ તે સેટ પર પાછો ફર્યો અને કહેતો હતો, `ચલો, કરતે હૈ શૂટિંગ`.’


શુભાંગી અત્રે (Shubhangi Atre), વિદિશા શ્રીવાસ્તવ (Vidisha Srivastava), આસિફ શેખ, રોહિતાશ્વ ગૌર (Rohitashv Gour), રવિ કિશન, મુકેશ તિવારી (Mukesh Tiwari) અને નિરહુઆ (Nirahua) અભિનીત ફિલ્મ ‘ભાભીજી ઘર પર હૈં! - ફન ઓન ધ રન’ ઝી સિનેમા (Zee Cinema), સંજય કોહલી અને બિનૈફર કોહલી (Binaiffer Kohli) દ્વારા નિર્મિત છે. ઝી સ્ટુડિયો અને સંજય કોહલી દ્વારા પ્રસ્તુત છે અને શશાંક બાલી (Shashank Bali) દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મ ૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે પ્રિય ભાભીજી બ્રહ્માંડને એક નોન-સ્ટોપ, હાસ્ય-પ્રેરક સિનેમેટિક અનુભવ માટે મોટા પડદા પર લાવશે.

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2026 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK