ઇન્સ્ટાગ્રામની તેની બોલ્ડ પોસ્ટ પર વિરાટ કોહલીની એક લાઇક બાદ બૅન્ગલોરમાં રહેતી આ યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સર લિઝલૅઝ સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ હતી.
વિરાટ કોહલી અને જર્મન ઇન્ફ્લુએન્સર લિઝલૅઝ
જર્મન ઇન્ફ્લુએન્સર લિઝલૅઝે વિરાટ કોહલીની ઇન્સ્ટાગ્રામ લાઇક વિવાદ વિશે મોટો ધડાકો કર્યો છે. ઇન્સ્ટાગ્રામની તેની બોલ્ડ પોસ્ટ પર વિરાટ કોહલીની એક લાઇક બાદ બૅન્ગલોરમાં રહેતી આ યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સર લિઝલૅઝ સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ હતી. હવે લિઝલૅઝે ખુલાસો કર્યો છે કે ‘મેં ક્યારેય અપેક્ષા નહોતી રાખી કે આવું કંઈક થશે. મને વિવિધ મૅગેઝિન તરફથી ઘણા બધા ફોન આવતા હતા. કેટલાક લોકો ખોટી વાતો કરવા પ્રેશર કરતા હતા. કેટલાક પત્રકારોએ મને વિરાટ કોહલી વિશે ખરાબ બોલવા અને તેના પર આરોપો લગાવવા માટે પૈસાની ઑફર પણ કરી હતી, પણ હું આવું કેમ કરીશ? મેં વ્યક્તિગત રીતે કહ્યું છે કે વિરાટ મારો પ્રિય ક્રિકેટર છે. તો હું ફક્ત પૈસા ખાતર તેના વિશે ખરાબ કેમ બોલીશ? હું તે પ્રકારની વ્યક્તિ નથી.’
