૨૧ એપ્રિલે પત્ની પંખુડીએ બીજા દીકરાને જન્મ આપ્યો, નામ રાખ્યું વાયુ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ અને હાલ લખનઉ સુપર જાયન્ટ્સ વતી રમતો કૃણાલ પંડ્યા બીજી વાર પિતા બન્યો છે. કૃણાલે ૨૦૧૭માં પંખુડી શર્મા સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૨માં પ્રથમ પુત્ર કવીરનો જન્મ થયો હતો. ૨૧ એપ્રિલે તેના ઘરે બીજા દીકરાનું આગમન થયું હતું એની માહિતી તેણે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં સંપૂર્ણ પરિવારનો ફોટો શૅર કરીને ચાહકોને આપી હતી.
લખનઉ વતી કૃણાલ આ સીઝનમાં ૮ મૅચ રમ્યો છે જેમાં તેણે ૫૮ રન બનાવ્યા છે અને કુલ પાંચ વિકેટ લીધી છે. લખનઉમાં આજે રાજસ્થાન સામે મહત્ત્વપૂર્ણ ટક્કર જામવાની છે.