Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકાના લૂહાન-ડ્રે પ્રિટોરિયસે ૭૯ બૉલમાં અણનમ ૧૮૮ રન કર્યા, ૧૫ ફોર અને ૧૩ સિક્સ ફટકારી

સાઉથ આફ્રિકાના લૂહાન-ડ્રે પ્રિટોરિયસે ૭૯ બૉલમાં અણનમ ૧૮૮ રન કર્યા, ૧૫ ફોર અને ૧૩ સિક્સ ફટકારી

Published : 04 October, 2026 03:59 PM | IST | Johannesburg
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે માત્ર ૭૯ બૉલમાં ૧૫ ચોગ્ગા અને ૧૩ ગગનચુંબી સિક્સર્સની મદદથી અણનમ ૧૮૮ રન ખડકી દીધા હતા.

લુહાન-ડ્રે પ્રિટોરિયસ

લુહાન-ડ્રે પ્રિટોરિયસ


સાઉથ આફ્રિકાના ૨૦ વર્ષીય યુવા બૅટર લુહાન-ડ્રે પ્રિટોરિયસે પુરુષોના T20 ક્રિકેટ ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બૅટ્સમૅન ક્રિસ ગેઇલનો ૧૩ વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે. પ્રિટોરિયસ હવે પુરુષોના T20 ક્રિકેટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર નોંધાવનારો બૅટર બની ગયો છે.
શુક્રવારે બ્લોમફોન્ટેન ખાતે રમાયેલી CSA T20 ચૅલૅન્જ મૅચમાં ટાઇટન્સ તરફથી રમતાં પ્રિટોરિયસે નાઇટ્સ સામે તોફાની બૅટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર ૭૯ બૉલમાં ૧૫ ચોગ્ગા અને ૧૩ ગગનચુંબી સિક્સર્સની મદદથી અણનમ ૧૮૮ રન ખડકી દીધા હતા.
આ ઐતિહાસિક ઇનિંગ્સ સાથે તેણે ક્રિસ ગેઇલના અણનમ ૧૭૫ રનના મહારેકૉર્ડને પાછળ છોડી દીધો છે. ગેઇલે ૨૦૧૩ની IPLમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (RCB) તરફથી રમતાં પુણે વૉરિયર્સ ઇન્ડિયા સામે ૬૬ બૉલમાં અણનમ ૧૭૫ રન ફટકાર્યા હતા, જે છેલ્લાં ૧૩ વર્ષથી T20 ઇતિહાસનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર રહ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 03:59 PM IST | Johannesburg | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK