વર્લ્ડ કપમાં ૪૩૪ રન ફટકારીને સ્મૃતિ ભારતની હાઇએસ્ટ રન-સ્કોરર બની હતી.
MCAએ ગઈ કાલે ભારતીય વાઇસ-કૅપ્ટન અને વર્લ્ડ કપ ચૅમ્પિયન સ્મૃતિ માન્ધનાને ૫૦ લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરી હતી
મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન (MCA)એ ગઈ કાલે ભારતીય વાઇસ-કૅપ્ટન અને વર્લ્ડ કપ ચૅમ્પિયન સ્મૃતિ માન્ધનાને ૫૦ લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરી હતી. તેણે મહારાષ્ટ્ર ક્રિકેટના અધિકારીઓ સાથેની મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે ‘મેં મહારાષ્ટ્ર માટે ક્રિકેટ રમીને મારી કરીઅરની સફર શરૂ કરી હતી અને મારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ ગર્વની વાત છે. MCA મહિલા ક્રિકેટરો માટે અસાધારણ કાર્ય કરી રહ્યું છે.’ વર્લ્ડ કપમાં ૪૩૪ રન ફટકારીને સ્મૃતિ ભારતની હાઇએસ્ટ રન-સ્કોરર બની હતી.


