આ ૧૮મી મૅચ બાદ ભાગ્યે જ જોવા મળે એવું પૉઇન્ટ્સ ટેબલ જોવા મળ્યું
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં આયોજિત મેજર લીગ ક્રિકેટ 2026માં રોમાંચક પૉઇન્ટ્સ ટેબલ જોવા મળ્યું છે. ગઈ કાલે ચોથી સીઝનની ૧૮મી મૅચમાં લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સના ૧૭૩/૫ના સ્કોર સામે ટેક્સસ સુપર કિંગ્સે ૧૦.૪ ઓવરમાં ૫૯ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. રોવમૅન પૉવેલના ૨૭ બૉલમાં ૭૩ રનની મદદથી આ ટીમે ૧૮.૪ ઓવરમાં ૧૭૫-૪નો સ્કોર કરીને ૧૭૪ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
આ ૧૮મી મૅચ બાદ ભાગ્યે જ જોવા મળે એવું પૉઇન્ટ્સ ટેબલ જોવા મળ્યું. લીગની ૬ ટીમો પાસે એકસરખા ૬ પૉઇન્ટ્સ હતા. બે ટીમોએ પાંચ, બે ટીમોએ ૬ અને બે ટીમોએ ૭ મૅચ રમી હોવા છતાં તમામ ૩-૩ મૅચમાં જ જીત નોંધાવી શકી હતી. સૅન ફ્રાન્સિસ્કો ટીમ +૦.૪૮૯ના નેટ રનરેટને કારણે પૉઇન્ટ્સ ટેબલમાં પહેલા ક્રમે છે.
ADVERTISEMENT
પાંચ કે એથી વધુ ટીમોની લીગમાં અગાઉ આવી ઘટના બે વખત બની છે. ૨૦૨૨-’૨૩માં સાઉથ આફ્રિકાની SA20માં ૧૨ મૅચ પછી તમામ ટીમના ૪-૪ પૉઇન્ટ્સ હતા. ૨૦૨૩માં ૧૦ મૅચમાં લંકા પ્રીમિયર લીગમાં તમામ ટીમોના એક જેવા ૪-૪ પૉઇન્ટ્સ હતા.
