Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ-મૅચનો હીરો રોજ ૩૦-૪૦ ઓવરની બોલિંગ-પ્રૅક્ટિસ કરે છે

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ-મૅચનો હીરો રોજ ૩૦-૪૦ ઓવરની બોલિંગ-પ્રૅક્ટિસ કરે છે

Published : 09 June, 2026 11:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિચન્દ્રન અશ્વિન બાદ માનવ સુથાર ભારતનો માત્ર બીજો સ્પિનર બન્યો જેણે ડેબ્યુ ટેસ્ટ-મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હોય...

પહેલી જ મૅચમાં ધમાલ મચાવી પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો માનવ સુથાર

પહેલી જ મૅચમાં ધમાલ મચાવી પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો માનવ સુથાર


રાજસ્થાનના ૨૩ વર્ષના ડાબોડી સ્પિનર માનવ સુથારે ભારત માટેની ડેબ્યુ ટેસ્ટ મૅચમાં ૭ વિકેટ લઈને યાદગાર પ્રદર્શન કર્યું હતું. તે ૨૧મી સદીમાં ડેબ્યુ-ટેસ્ટની પહેલી જ ઇનિંગ્સમાં ભારત માટે સૌથી સારી બોલિંગ કરનાર બોલર બન્યો હતો.

માનવ સુથાર ટેસ્ટ-ડેબ્યુ પર પાંચ પ્લસ વિકેટ લેનાર ભારતનો સાતમો સ્પિનર અને દસમો ઓવરઑલ બોલર બન્યો હતો. છેલ્લે સ્પિનર અક્ષર પટેલે ભારત માટે ટેસ્ટ-ડેબ્યુ પર પાંચ વિકેટ લીધી હતી. માનવ સુથાર પહેલી ટેસ્ટ-મૅચની પહેલી ઓવરમાં ઓછામાં ઓછી એક વિકેટ લેનાર ભારતનો આઠમો બોલર પણ બન્યો હતો. માનવ સુથાર નવમો ભારતીય બન્યો છે જેણે ભારત માટે પહેલી ટેસ્ટ-મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હોય. રવિચન્દ્રન અશ્વિન (વર્ષ ૨૦૧૧) બાદ તે ભારતનો માત્ર બીજો સ્પિનર છે જેણે ડેબ્યુ મૅચમાં આ અવૉર્ડ જીત્યો છે.

માનવ સુથાર ગુજરાત ટાઇટન્સનો ભાગ હોવાથી શુભમન ગિલે તેને ટેસ્ટ-ટીમમાં સામેલ કર્યો એવી વાતો ચર્ચામાં છે. જોકે ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ અને ૨૦૨૪ના T20 વર્લ્ડ કપ સહિતની મોટી ઇવેન્ટમાં તે ભારત માટે નેટ બોલરની ભૂમિકા ભજવી ચૂક્યો છે. ડોમેસ્ટિકની ઑફ-સીઝન હોય છે ત્યારે તે ઘરની પાસેના મેદાનમાં એક સ્ટમ્પ લગાડીને ૩૦થી ૪૦ ઓવર સ્પિન બોલિંગની પ્રૅક્ટિસ કરે છે. ચાલુ સીઝનમાં પણ તે આ ક્રમ જાળવી રાખે છે.

માનવ સુથારે ૩૦ ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં ૧૩૬ વિકેટ અને લિસ્ટ A ક્રિકેટમાં ૩૪ વધુ વિકેટો લીધી છે. અગાઉ તેણે તેની અન્ડર-૧૯ની એકમાત્ર ટેસ્ટ-મૅચમાં ૪ વિકેટ અને અન્ડર-૧૯ની ત્રણ વન-ડે મૅચમાં ૧૦ વિકેટ લીધી હતી. ગુજરાત ટાઇટન્સ સાથેની પાંચ મૅચ સહિત ૨૯ T20 મૅચમાં તે પચીસ વિકેટ લઈ ચૂક્યો છે. ઇન્ડિયા A સામે તમામ ફૉર્મેટની ૧૦ મૅચોમાં ૨૭ વિકેટ લઈ ચૂક્યો છે.

ભારત માટે ડેબ્યુ ટેસ્ટની પહેલી ઇનિંગ્સના શ્રેષ્ઠ બોલિંગ આંકડા
વર્ષ ૧૯૮૮માં નરેન્દ્ર હિરવાણી વેસ્ટ ઇન્ડીઝ સામે - ૮/૬૧ 
વર્ષ ૨૦૨૬માં માનવ સુથાર અફઘાનિસ્તાન સામે - ૬/૩૩ 
વર્ષ ૧૯૬૭માં આબિદ અલી ઑસ્ટ્રેલિયા સામે - ૬/૫૫
વર્ષ ૧૯૭૯માં દિલીપ દોશી ઑસ્ટ્રેલિયા સામે - ૬/૧૦૩ 
વર્ષ ૧૯૬૧માં વામન કુમાર પાકિસ્તાન સામે - ૫/૬૪


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK