Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આયરલૅન્ડ સામે મળેલી નાલેશી માટે શ્રેયસ ઐયર નહીં, નિર્ણયો લેનાર હેડ કોચ જવાબદાર છે : મનોજ તિવારી

આયરલૅન્ડ સામે મળેલી નાલેશી માટે શ્રેયસ ઐયર નહીં, નિર્ણયો લેનાર હેડ કોચ જવાબદાર છે : મનોજ તિવારી

Published : 01 July, 2026 03:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મનોજ તિવારી અગાઉ પર ગૌતમ ગંભીરની કોચિંગ શૈલી અને વ્યક્તિત્વ પર પ્રશ્નો ઊભા કરી ચૂક્યો છે

મનોજ તિવારી

મનોજ તિવારી


ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું છે. મનોજ તિવારીનું કહેવું છે કે અનુસાર આયરલૅન્ડ સામેની T20 સિરીઝ હાર માટે કૅપ્ટન શ્રેયસ ઐયરને જવાબદાર ઠેરવવું એ બધું એક પ્લાનિંગનો ભાગ છે. 

મનોજ તિવારીએ પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું, ‘મેં આ હાર માટે જવાબદાર વ્યક્તિ વિશે ઘણી વાર વાત કરી છે, પણ કોઈએ મારા પર વિશ્વાસ ન કર્યો. ટીમના નિર્ણયો લેનાર વ્યક્તિની PR એજન્સી અને તેના મિત્રો આ હાર માટે કૅપ્ટન શ્રેયસ ઐયરને દોષી ઠેરવશે. શ્રેયસ ઐયર બેટ્સમૅન તરીકે નિષ્ફળ ગયો એ સાચું છે, પરંતુ ફક્ત શ્રેયસ ઐયર જ નિષ્ફળ નહોતો ગયો. બીજા ઘણા ખેલાડીઓ પણ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા. ટીમનું આયોજન પણ ખામીયુક્ત હતું. આ વાત એ વ્યક્તિ વિશે છે જે ડ્રેસિંગ રૂમમાં શાંતિથી બેસે છે અને હારની જવાબદારી લેતી નથી, પરંતુ હવે આ વિશે ખૂલીને વાત કરવાની જરૂર છે.’



મનોજ તિવારી અગાઉ પર ગૌતમ ગંભીરની કોચિંગ શૈલી અને વ્યક્તિત્વ પર પ્રશ્નો ઊભા કરી ચૂક્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK