બંગલાદેશ સામે નિષ્ફળતા છતાં માર્નસ લબુશેને સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટની સિરીઝ માટે ઑસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે.
માર્નસ લબુશેન
ઑસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર અને નંબર થ્રી બૅટર માર્નસ લબુશેને સાઉથ આફ્રિકાની ટેસ્ટ-ટૂર માટે ઑસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે. ૯ ઑક્ટોબરથી બન્ને ટીમ વચ્ચે ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થશે.
બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં માર્નસ લબુશેને અનુક્રમે ૧, ૩૧ અને ૪ રન કર્યા હતા. તેમ છતાં તેણે ટેસ્ટ-ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે. જોકે થોડા સમય પહેલાં તેને ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. માર્નસ લબુશેન ઑસ્ટ્રેલિયા માટે ૨૦૨૨માં એકમાત્ર T20 મૅચ રમ્યો છે.
બૉલ-ટેમ્પરિંગ કૌભાંડથી પ્રભાવિત ૨૦૧૮ની કુખ્યાત ટૂર પછી આ ઑસ્ટ્રેલિયાની સાઉથ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ-સિરીઝ છે. એ સમયની ટૂરમાં સામેલ પાંચ ખેલાડી પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક, જૉશ હેઝલવુડ, સ્ટીવ સ્મિથ અને મૅટ રેનશૉ વર્તમાન ટેસ્ટ-ટીમમાં પણ છે.
